વડોદરા રિઝલ્ટ: 11 બેઠક પર ભાજપ આગળ, 2 બેઠક પર કોંગ્રેસ આગળ, મતણતરી કેન્દ્રમાં પ્રવેશ મુદ્દે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ભાજપના કાર્યકરો-લોકોના ટોળા ઉમટ્યા
February 23, 2021

વડોદરા : 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ હતી અને ત્યાર બાદ EVMથી મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતી મતગણતરીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ સમયે એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મતગણતરી ત્રણ રાઉન્ડમાં થશે, ત્યારે પોલિટેકનિક કોલેજ પરિણામ જાણવા માટે બહાર લોકોના ટોળા ઉમટ્યા છે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રની બહાર ઉમટ્યા છે.
પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. પોલિટેકનિક કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે LED સ્ક્રીન મૂકવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના સ્ટ્રોંગ રૂમમાં તબક્કાવાર મતગણતરી હાથ ધરવામાં આવી છે. પરિણામે તબક્કાવાર રાજકીય પક્ષોના એજન્ટોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એક સાથે તમામ વોર્ડના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
Related Articles
ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના
ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણ...
Mar 03, 2021
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાની ગાંધીનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા, કારણ અકબંધ
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાન...
Mar 03, 2021
કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી
કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવ...
Mar 03, 2021
રાજકોટમાં આટકોટના ગોંડલ હાઈવે પર ખારચીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત
રાજકોટમાં આટકોટના ગોંડલ હાઈવે પર ખારચીયા...
Mar 03, 2021
ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ
ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન...
Mar 03, 2021
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વ...
Mar 03, 2021
Trending NEWS

03 March, 2021

03 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021