વાનકુંવર, ટોરોન્ટો અને એડમન્ટન, કેનેડિયન વસાહતીઓ માટે રહેવાના પસંદગીના સ્થળ

January 08, 2022

  • સ્ટેટિકસ કેનેડાએ 2020ના લોન્ગિટ્યૂનલ ઇમિગ્રેશન ડેટાબેઝ પરથી અભ્યાસ કર્યો 

ટોરોન્ટોઃ દેશની વિકાસની નીતિઓ ઘડવા માટે વસાહતીઓ ક્યાં રહેવાનું વધુ પસંદ કરે છે? નવા આગંતુકોને ક્યાં વિસ્તાર પસંદ છે, તેનો અભ્યાસ કરવો જરૂરી છે. સ્થળાંતરણના આંકડાઓ ઉપરથી જાણી શકાય છે કે, વસાહતીઓને શું આકર્ષે છે અને એવા ક્યાં પરિબળો છે કે તેઓ એક જગ્યાએ લાંબા સમય સુધી રહેવાનો નિર્ણય કરે છે ? તાજેતરમાં સ્ટેટિકસ કેનેડાએ આવો એક અભ્યાસ હાથ ધર્યો હતો. જે રાજ્ય અને શહેરોમાં વસાહતીઓ લાંબા સમય સુધી રહ્યા હોય. સંશોધકો આ માટે 2020ના લોન્ગિટ્યૂનલ ઇમિગ્રેશન ડેટાબેઝમાંથી આંકડાઓ મેળવીને અભ્યાસ કર્યો છે. આર્થિક પ્રવૃત્તિ અને વહેવારોનો અભ્યાસ કરવાથી વસાહતીઓની પસંદગીનો અભ્યાસ કરી શકાય છે. આ અભ્યાસમાં 2014માં આવેલા વસાહતીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. શહેરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2014માં વસાહતીઓ વાનકુંવર આવ્યા હતા અને અહીં તેઓ ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા.

કેનેડામાં પ્રવેશ આપ્યા બાદ સૌથી વધુ પ્રમાણમાં એટલે કે, 86% વસાહતીઓ વાનકુંવરમાં રહ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો જો 100 લોકો વર્ષ 2014માં આવ્યા હોય તો આવકવેરાના રિટર્ન તપાસતા જાણવા મળ્યું છે કે, 2019 સુધી વસાહતીઓએ વાનકુંવરમાં જ ટેક્સ ભર્યો છે. વાનકુંવર બાદ વસાહતીઓ ટોરોન્ટોમાં લાંબા સમય સુધી રહ્યા છે. વસાહતીઓ માટે આ બીજુ પસંદગીનું શહેર છે. 2014માં આવનારા નવા વસાહતીઓના 86% લોકો ટોરોન્ટોમાં આવ્યા હતા અને 5 વર્ષ બાદ તેઓ એડમન્ટનમાં રહેવા ચાલ્યા ગયા હતા. વસાહતીઓ માટે પસંદગીનું ત્રીજું શહેર એડમન્ટન છે જ્યાં 85% વસાહતીઓ લાંબા સમય સુધી રહ્યા હતા. પરિવાર પ્રાયોજિત વસાહતીઓ મોટાભાગે તેમની પસંદગીના શહેરમાં રહ્યા હતા.
શહેરોમાં આવનાર વસાહતીઓ ત્રણ પ્રકારના છે. જેમાં ઇકોનોમિક ક્લાસ જેઓ પોતાના વ્યવસાયના અનુભવના આધારે અરજી કરે છે. બીજા છે શરણાર્થીઓ. જેઓને માનવતાના ધોરણે કેનેડામાં પ્રવેશ આપવામાં આવે છે અને ત્રીજા વિભાગમાં પરિવારના વર્ગના વસાહતીઓ આવે છે, જેમને કેનેડામાં રહેતા તેમના સબંધીઓ બોલાવતા હોય છે. એટલાન્ટિક કેનેડા અને હેલિફેક્સમાં વસાહતીઓનો દર આશરે 58% રહ્યો હતો. એટ્લાન્ટિકમાં ઐતિહાસિક રીતે વસાહતીઓના રહેવાનો દર નીચો છે. જયારે નોવા-સ્કોસિયામાં સબંધ આધારિત વસાહતીઓનું પ્રમાણ સૌથી વધારે એટલે કે 63% રહ્યું હતું.