વઝેએ કર્યો સણસણતો ખુલાસો, કહ્યું- પવારને મનાવવા દેશમુખે માંગ્યા હતા 2 કરોડ

April 07, 2021

સચિન વઝેએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને લઇને આરોપ લગાવ્યા છે કે તેમણે ફરી પદભાર સોંપવાના બદલે 2 કરોડ રૂપિયાની માંગ કરી હતી. એનઆઈએને આપવામાં આવેલા લેખિત નિવેદનમાં સચિવ વઝેએ આ આરોપ લગાવ્યા છે. વઝેનું કહેવું છે કે અનિલ દેશમુખે તેમને જણાવ્યું હતુ કે, પવાર તેમને હટાવવા ઇચ્છતા હતા, પરંતુ દેશમુખે કહ્યું કે તેઓ તેમને મનાવશે. આના બદલામાં મારી પાસે 2 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા.


વઝેએ એ પણ કહ્યું કે, જ્યારે તેણે દેશમુખને કહ્યું કે, આટલા પૈસા આપવામાં તે અસમર્થ છે તો તેમણે આ રકમ તેમને બાદમાં આપવાની વાત કહી હતી. વઝેએ પત્રમાં દાવો કર્યો કે દેશમુખે ઑક્ટોબર 2020માં સહયાદ્રી ગેસ્ટ હાઉસ પર તેમને બોલાવ્યા હતા. દેશમુખે આ દરમિયાન વઝેને 1650 બાર અને રેસ્ટોરન્ટથી પૈસા વસૂલવાની વાત કહી હતી. આના પર વઝેએ કહ્યું હતુ કે આ મારી પહોંચની બહાર છે. જુલાઈ-ઑગષ્ટ 2020ના મહિનામાં વઝેને મંત્રી અનિલ પારબે પોતાના સત્તાવાર બંગલા પર બોલ્યા હતા. આ એ સમય હતો જ્યારે પોલીસ અધિકારીઓની 3-4 દિવસમાં આંતરિક બદલી કરવામાં આવી રહી હતી.


વઝેએ કહ્યું છે કે, આ દરમિયાન મંત્રી અનિલે મને એસબીયૂટીની વિરુદ્ધ ફરિયાદના મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું હતુ અને એસબીયૂટીના ટ્રસ્ટીઝને સમજૂતી માટે બોલાવવા માટે કહ્યું હતુ. તેમણે મને એસબીયૂટીથી પચાસ કરોડ માંગની વાત સાથે વાતચીત કરવા માટે કહ્યું હતુ. વઝેને દાવો છે કે તેણે આ કેસને લઇને પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ કે તેને આ કેસથી કોઈ લેવાદેવા નથી અને તે એસબીયૂટીથી સંબંધિત કોઈ પણ વ્યક્તિને નથી ઓળખતો.


ઉલ્લેખનીય છે કે વિશેષ અદાલતે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સચિન વઝેની વધુ ચાર દિવસની કસ્ટડી આપી છે. NIAએ વઝે સાથે પૂછપરછ માટે કૉર્ટ પાસે વધુ 4 દિવસનો સમય માંગ્યો હતો. વઝેના વકીલે NIAની માંગનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, વઝે પૂછપરછમાં એજન્સીઓનો સંપૂર્ણ સહયોગ કરશે. વઝેને હાથકડી પહેરાવીને મુંબઈના CSMT સ્ટેશન લઇ જવા પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો.