મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહિત પાંચ રાશિઓ માટે સારો સમય શરૂ થશે

May 23, 2022

શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ છોડીને મેષમાં આવી ગયો છે. જેના દ્વારા દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે. આ ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક સામાન વગેરે મામલાઓ ઉપર થાય છે. તેની શુભ અસરથી આ બધાં જ સુખ મળે છે. ત્યાં જ, અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં ઘટાડો આવી શકે છે. શુક્રના શુભ પ્રભાવના કારણે 12માંથી 5 રાશિઓને ધનલાભ અને સ્ત્રી સુખ મળશે.

શુક્રની ગતિમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળશે. કિસ્મતનો સાથ મળશે, દુશ્મનો ઉપર વિજય મળશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળશે.

શુક્રના રાશિ પરિવર્તનથી વૃષભ, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપના મામલે મુશ્કેલીઓ વધી શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણય સમજી-વિચારીને લેવા પડશે.

શુક્રના રાશિ બદલવાથી કર્ક, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્ન સુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડ-ભાગ પણ વધી શકે છે.