મકરસંક્રાંતિનો વરતારો:ગુરુવારે બપોરે 2.31 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, મિથુન, તુલા અને કુંભ માટે આ સંક્રાંતિ અશુભ રહેશે
January 13, 2022

14 જાન્યુઆરી, ગુરુવારે બપોરે 2.31 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાથી મકરસંક્રાંતિ પ્રારંભ થશે. સંક્રાંતિ પુણ્યકાળ આ દિવસે બપોરે 2.31 પછી ગણાશે, જે સૂર્યાસ્ત સમય સુધી રહેશે. જાણીતા જ્યોતિષી ના જણાવ્યાનુસાર, જ્યારે પતંગોત્સવ તા.14 અને 15 બંને દિવસ મનાવાશે. આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ છે, જે પીળા રંગનાં વસ્ત્ર પહેરે છે. હાથમાં આયુદ્ધ ગદા ધારણ કરેલી છે. જાતિ સર્પ છે. તેમણે કેસરનું તિલક કરેલું છે અને એ બેઠેલી છે. દૂધપાક ખાય છે અને ઝુંઈનું પુષ્પ ધારણ કરેલું છે. મોતીના આભૂષણ અંગીકાર કરેલા છે. વાર નામ મિશ્રા છે. નક્ષત્ર નામ નંદા છે. સામુદાય મૂરત 45 સમર્ધ છે, માટે તમામ પ્રકારની પીળા રંગની સામગ્રી, જેવી કે પીળા રંગનું કાપડ, ચણાની દાળ, હળદર, પીળા રંગની મીઠાઈ, ભોજપત્ર, ચંદન, કેશર તથા સોનાના ભાવ વધી શકે છે. બાલ્યાવસ્થાના લોકોને તંદુરસ્તી વિશે તકેદારી રાખવી આવશ્યક બની રહે. વાઘ કે વન્ય પશુઓને તકલીફોનો સામનો શહેરમાં કરવો પડે!! ઉત્તરમાંથી આવીને દક્ષિણ તરફ જાય છે ત્યારે દૃષ્ટિ નૈઋત્ય દિશા તરફ પડે છે મુખ પૂર્વ તરફ રહે છે, જેથી ઉત્તર અને નૈઋત્ય દિશાના લોકોને સુખ સારું મળે. વરસાદ મતલક પડે.
વાઘ, ઘોડા જેવાં પ્રાણીઓ મારફત રોગચાળો ફેલાવવાની સંભાવના રહેલી છે તેમજ તેમની અમુક જાતો લુપ્ત થતી લાગે. કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી રાખવી જરૂરી બને. ડેરી ઉદ્યોગમાં સરકારી નિયંત્રણ વધુ આવી શકે. વાતાવરણમાં ક્યાંક ભૂકંપના ઝટકા, સુનામી, લાવારસ નીકળવો કે માવઠું જેવી બાબતો બની શકે. અચાનક મરણ સંખ્યા વધી શકે છે. ન્યાય પદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ અને નાણાકીય તંત્રમાં ખાસ ફેરફાર જોવા મળે.
Related Articles
મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહિત પાંચ રાશિઓ માટે સારો સમય શરૂ થશે
મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહ...
May 23, 2022
વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચોથ, આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે
વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચ...
May 18, 2022
સૂર્યનું રાશિ પરિવર્તન:કર્ક અને ધન રાશિના લોકોને ધનલાભ અને સિંહ રાશિના નોકરિયાત જાતકોને ઉન્નતિના યોગ બનશે
સૂર્યનું રાશિ પરિવર્તન:કર્ક અને ધન રાશિન...
May 17, 2022
મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ, પૂજાની વિધિ વિશે જાણો
મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું...
May 11, 2022
મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પૂજા કરવાથી 16 પ્રકારના દાનનું પુણ્ય મળે છે
મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પ...
May 09, 2022
આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્શન માટે જવાની મર્યાદા કરાઇ નક્કી
આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્...
May 03, 2022
Trending NEWS

28 May, 2022