ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં આપવામાં આવશે વિદાય

August 08, 2022

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. તેમને આજે સંસદમાં વિદાય આપવામાં આવશે, જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાભાષણથી થશે. હવે તેમના સ્થાને જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. વેંકૈયાના વિદાય સમારંભમાં (Farewell) પીએમ મોદી સિવાય વિપક્ષી પાર્ટીઓના તમામ નેતાઓ હાજર રહેશે.

મળતી માહિતી મુજબ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બુધવારે એટલે કે 10 ઓગસ્ટે તેમનું પદ છોડશે અને તેમના અનુગામી જગદીપ ધનખડ ગુરુવાર, 11 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને કાર્યભાર સંભાળશે.