ભાજપને દિલ્હીમાં પરાજય મળતા હિંસા કરાવડાવી: પવાર

March 02, 2020

મુંબઈ : દિલ્હી હિંસાને પગલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે ભાજપ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી શકી નહીં એટલે દિલ્હીમાં હિંસા કરાવી દીધી. 

છેલ્લા કેટલાંય દિવસોથી દિલ્હી ભડકે બળી રહ્યુ છે. દિલ્હીમાં લોકો જુદી જુદી જગ્યાએથી આવે છે. આપણા દેશમાં સત્તામાં રહેનારી પાર્ટીને દિલ્હી ચૂંટણી જીતવાની કોઈ તક મળી નથી. ચૂંટણી દરમિયાન અમે કેટલાય ભાષણ સાંભળ્યા. વડાપ્રધાન, ગૃહ મંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે.

જ્યારે PM મોદીએ પોતાના ભાષણ દરમિયાન એવુ કહ્યુ કે વ્યક્તિની ઓળખ તેના કપડાથી કરવામાં આવે છે ત્યારે હુ સ્તબ્ધ થઈ ગયો હતો. PM સમગ્ર દેશ અને તમામ ધર્મો માટે છે. આવા ભાષણ આપનારા નેતા બહુ ચિતિંત છે. તમે અન્ય નેતાઓના ભાષણોને પણ સાંભળી શકો છો, જેવા કે ગોળી મારોના સૂત્રો. આ પ્રકારના સૂત્રોચ્ચાર લોકોમાં ભય પેદા કરી રહ્યા છે અને અમારા દેશમાં આવી નિંદનીય વાતો ક્યારેય થઈ નથી.