પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે અમદાવાદ-રાજકોટમાં જબરદસ્ત વિરોધ

June 29, 2020

રાજકોટમાં પેટ્રોલ – ડીઝલના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ -પ્રદર્શનમાં હજારો કાર્યકર અને લોકો ઉમટી પડ્યા છે. કોંગ્રેસના આંદોલનમાં ઘોડા લઈને કોંગ્રેસ કાર્યકરો નીકળ્યા છે.

સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈ કોંગ્રેસનો આજે ફરી વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા અગાઉ પણ સાયકલ, બળદ ગાડા લઈને વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે વધુ એકવાર ફરી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરના તમામ વોર્ડમાં પ્રદર્શન થઈ રહ્યું છે.

રાજકોટમાં પેટ્રોલ – ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ – પ્રદર્શન જોવા મળી રહ્યું છે. મંજૂરી ન આપનાર હોવા છતાં કોંગ્રેસે ઘોડા પર આંદોલન કર્યું હતું. ઘોડા પર અર્ધનગ્ન હાલતમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કાર્યકરોને ઘોડા પરથી ઉતારતા બોલાચાલી થઈ હતી. રાજકોટના યાજ્ઞિક રોડ પરથી કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી છે.

અમદાવાદમાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાનો વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિત કાર્યકરોની અટકાયત કરાઈ છે. ચાવડાએ સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સરકાર લોકોનો અવાજ દબાવે છે. લોકો પર મોંઘવારીના માર વચ્ચે પીંસાઈ રહી છે.


પાટણમાં પણ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં 10થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
મોરબીમાં પેટ્રોલ ડિજલના ભાવ વધારા સામે કોંગ્રેસ કાર્યકરોની સાયકલ યાત્રા કાઢી છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા યોજાઈ હતી. જેમાં ભાવ ઘટાડવાની માગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ એક આવેદન આપ્યું હતું. મોરબીથી સાયકલ યાત્રા ક્લેક્ટર કચેરી સુધી યોજાઈ હતી.
આ સિવાય પેટ્રોલ – ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરાઈ રહ્યું છે. કોંગ્રેસ ઊંટગાડી, ઘોડાગાડી, સાયકલ સાથે રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પાટણ અને મોરબીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન જોવા મળ્યું છે.


બીજી બાજુ અમદાવાદમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં આજે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરદારબાગ બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની PI અને પોલીસે અટકાયત કરી લીધી હતી.