વિરાટે મીડિયાને કહ્યું- હું સંપૂર્ણપણે ફિટ છું

January 10, 2022

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે મંગળવારે 3 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી ટેસ્ટ કેપ ટાઉનમાં રમાવા જઈ રહી છે. આની પહેલા વિરાટ કોહલીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે ફિટનેસ, ફોર્મ અને પ્લેઇંગ-11ના વિવિધ સંકેતો પણ આપ્યા છે. તેણે કહ્યું છે કે મારે અત્યારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. વળી મોહમ્મદ સિરાજ આગામી ટેસ્ટ માટે ફિટ નથી તેથી અમે આ રિસ્ક લઈ શકીએ નહીં. તથા હું સંપૂર્ણપણે ફિટ છું અને આ મેચમાં રમીશ.