વિશ્વનાથ આનંદે લીજેન્ડ્સ ટૂર્નામેન્ટમાં 6 હાર બાદ જીત મેળવી

July 28, 2020

નવીદિલ્હીઃ વિશ્વનાથ આનંદે સતત હારની હરોળને તોડીને સાતમાં રાઉન્ડમાં ઈઝરાઈલના બોરિસ ગેલફાંડને 2.5-0.5થી હરાવીને લીજેંડ્સ ઓનલાઈન શતરંજ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી છે. વિશ્વનાથ આનંદ સતત 6 હાર પછી પોતાના જૂના પતિદ્વંદીની સામે હતા. આ ભારતીય સોમવારે રાતે શુરૂઆતમાં સારી સ્થિતિનો ફાયદો નહીં ઉઠાવવા ઉપરાંત ટુર્નામેન્ટમાં પોતાની પહેલી ગેમ જીતવામાં સફળ રહ્યા. તેણે કાળા મોહરાઓથી રમતા 45 ચાલ કરીને જીત મેળવી અને બીજી ગેમમાં પોતાનું સારૂ પ્રદર્શન કરીને 49 ચાલમાં તેણે જીત પોતાના નામે કરી છે. આનંદે આ પછી 2.12ની વિશ્વ ચેમ્પિયનશિપના પોતાના ચેલેન્જરની વિરૂદ્ધ ત્રીજી ગેમ ડ્રો થઈ જે 46 ચાલ સુધી ચાલી હતી. મૈગનસ કાર્લસન ટુરમાં પર્દાપણ કરી રહેલા આનંદે કહ્યું હતું કે આ પહેલા ત્રણ દિવસની જેમ નિરાશાજનક નથી. જીત મેળવીને સારૂ લાગી રહ્યું છે. આ જીત પહેલા પૂર્વ વિશ્વ ચેમ્પિયન 6 અંકો સાથે આઠમાં સ્તાન પર પહોંચી ગયા હતા. તે હંગરીના પીટર લેકો અને ચીનના નંબર ત્રણ ડિગ લીરેનથી આગળ છે. આઠમાં રાઉન્ડમાં તેમનો મુકાબલો લીરેન સાથે થશે.