મીસીસાગા ગુજરાતી સિનિયર્સ સમાજ દ્વારા સપ્ટેમ્બર માસમાં યોજાશે વોલ્કેથોન

July 16, 2022

  • હોસ્પિટલ માટે દાન આપનારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો
મિસીસાગ: ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મીસીસાગાના 11-9-2022ના કાર્યક્રમના આયોજન માટે 6 July, 2022ના રોજ દિપિકા ડમરેલા તથા દિપક આનંદની હાજરીમાં બેઠક યોજાઈ હતી. હતો. પ્રમુખ કમળાબેન પટેલે આ પ્રોજેક્ટના સૂત્રધાર કનુભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, વિલિયમ હેલ્થ પાર્ટનર્સ ફાઉન્ડેશન ટીમના મેમ્બરો, ખ્રિશ્ચીયન થોમસ ડીલોન્ડીસા, ચંપકભાઈ ટેલર, જીએસએમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા લલિતભાઈ ઠાકર, કલ્પેશભાઈ પરીખ, સંસ્થાના EC સભ્યો ઉપરાંત ધ્રુવભાઈ શાહને આવકાર આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કેનેડાના રાષ્ટ્રગીતની રજૂઆત સાથે થયા બાદ દિલીપ પટેલે જણાવ્યું કે, 2019 આખરમાં વિલિયમ હેલ્થ પાર્ટનર્સ THP (Trilium Health)નો હોસ્પિટલનો પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે. THPમાં મોટાભાગે વરિષ્ઠ લોકો ડાયાબિટીસ, કેન્સર, Cardiovascular જેવા રોગોની સારવાર માટે આવે છે. Kristin Thomasએ જણાવ્યું કે વિશેષ આ ગામમાં અમારી નવી હોસ્પિટલ બંધાશે અને જ્યારે બાંધકામ પુરુ થશે ત્યારે ત્યારે કેનેડાની સૌથી મોટી હોસ્પિટલ થશે. ત્યારબાદ દિપક આનંદ અને દીપિકા ડમરાલાએ 2022 વોકેથોનના બેનરનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે હરિભાઈ, ઈન્દુબેન દેસાઈ તથા તેમના જમાઈ મહેન્દ્રભાઈ નાયક સહિતના દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ પ્રમાણે રવિવાર 11 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 8.30AM ના સમયે વોકેથોન શરુ થશે. જે મિસીસાગા વેલીપાર્ક, સાઈટ- એ અને બી, 1275 મિસીસાગા વેલી બીલ્વડ, ખાતે યોજાશે. 
રજીસ્ટ્રેશન અને ડોનેશન વગેરે કાર્ય માટે GSSM ફંડ રેઇઝિંગ કમિટી Team દિલીપભાઈ પટેલ (Home-905-286-1977, Cell-647-990-3178), કલાબેન પટેલ (Home- 905-849-6759, Cell-647-402-6150 Website https://trilliumgiving.ca/event/gujarati-seniors-samaj-of-mississaugas-inaugural-walkathon)નો સંપર્ક કરાશે.