વકફ બોર્ડે અયોધ્યામાં પાંચ એકર જમીન સ્વીકારી, સ્કૂલ બનાવે તેવી શક્યતા

February 22, 2020

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર અને મસ્જિદના વિવાદનો અંત આવી ગયો છે. રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના થઇ ગઇ છે તેવી જ રીતે મુસ્લિમો માટે અયોધ્યામાં જ પાંચ એકર જમીન પાળવવામાં આવી હતી આ જમીનને સુન્ની વકફ બોર્ડે સ્વીકારી લીધી છે.

એવા અહેવાલો છે કે સુન્ની વકફ બોર્ડ અહીં મસ્જિદ નહીં પણ સ્કૂલ બનાવી શકે છે. સાથે જ એક એવી સંસૃથાનું પણ નિર્માણ કરાશે કે જે હિંદુ મુસ્લિમ એક્તા માટે કામ કરશે. આ અંગે જાણકારી આપતા સુન્ની વકફ બોર્ડના સભ્ય ફારૂકીએ જણાવ્યું હતું કે અમે પહેલા જ કહી ચુક્યા છીએ કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે તેને સ્વીકારીશું, કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને જ અમે સરકારે ફાળવેલી પાંચ એકર જમીન સ્વીકારી રહ્યા છીએ.

અને જો આ આદેશને નકારી દઇએ તો તે કોર્ટની અવમાનના થઇ ગણાશે. આ જમીનને સ્વીકારવા સીવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી રહ્યો.  જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આ જમીન પર શું બનાવવું અને આગળનું આયોજન શરૂ રહેશે વગેરેનો નિર્ણય સોમવારે મળનારી બેઠકમાં લોવામાં આવશે.

સાથે જ રામ મંદિર માટે જે રીતે ટ્રસ્ટની રચના કરાઇ તેવી જ રીતે આ પાંચ એકર જમીન પર જે કઇ બનાવવામાં આવે તેના માટે પણ એક ટ્રસ્ટની રચના સોમવારે કરવામાં આવશે તેવી શક્યતાઓ છે.  બીજી તરફ અનેક સેલિબ્રિટીઓએ એવી માગણી કરી હતી કે જે જમીન ફાળવવામાં આવે ત્યાં કોઇ મસ્જિદ નહીં પણ સ્કૂલ, કોલેજ કે હોસ્પિટલ બનાવવામાં આવે. 

આ પરિસિૃથતિ વચ્ચે એવા અહેવાલો છે કે સુન્ની વકફ બોર્ડ આ જમીન પર સ્કૂલ બનાવી શકે છે. જોકે તેનો અંતીમ નિર્ણય સોમવારે યોજાનારી બેઠકમાં જાહેર કરવામાં આવી શકે છે. વકફ બોર્ડમાં ફારૂકી ઉપરાંત અન્ય સાત સભ્યો પણ છે જેમના મંતવ્યોના આધારે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.