વોર્નરની પુત્રીઓએ સામી-સામી ગીત પર ડાન્સ કર્યો

January 26, 2022

નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા- ધ રાઈઝનો ક્રેઝ તમને સોશિયલ મીડિયા પર જોવા મળશે. આ ફિલ્મે જબરદસ્ત કમાણી તો કરી જ છે, પરંતુ તેના ગીતો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો પુષ્પાના ગીતો પર રીલ બનાવી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. ફિલ્મ અને ટીવી સ્ટાર્સ હોય કે સામાન્ય લોકો, તમને સોશિયલ મીડિયા પર બસ પુષ્પાના ગીતો અને ડાયલોગના વીડિયો જોવા મળશે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નરે પુષ્પાના એક ગીત પર ડાન્સ વીડિયો શેર કર્યો હતો અને હવે તેમની દીકરીઓ પર પણ ફિલ્મનો રંગ ચઢયો છે. ડેવિડ વોર્નરની દીકરીઓએ ફિલ્મના ગીત સામી સામી પર ડાન્સ કર્યો છે. ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે અને અલ્લુ અર્જુને પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. ડેવિડ વોર્નરે આ ડાન્સ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મમ્મી અને પપ્પા પહેલા આ દીકરીઓ સામી-સામી ગીત પર ડાન્સ કરવા માંગતી હતી. અને પછી તેણે સાથે હેશટેગ પુષ્પા પણ લખ્યું છે. ડેવિડ વોર્નરની દીકરીઓનો આ વીડિયો ઘણો કયુટ છે. ફિલ્મના હીરો અલ્લુ અર્જુને પણ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે, ર્જી ઝ્રેંી. અને સાથે હાર્ટ ઈમોજી પણ મૂકી છે. ડેવિડ વોર્નરની પત્નીએ પણ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે ગો ગર્લ્સ. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરને ભારતીય ફિલ્મો સાથે ખાસ લગાવ છે. તે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોના ગીતો પર પોતાના વીડિયો શેર કરતા રહે છે. વોર્નરે આ પહેલા પુષ્પાના વાયરલ ગીત શ્રીવલ્લીના હુક સ્ટેપને કોપી કરીને વીડિયો શેર કર્યો હતો. ડેવિડ વોર્નરનો આ વીડિયો જોઈને ફેન્સે વિનંતી કરી હતી કે તે પત્ની કેન્ડિસ સાથે સામી-સામી ગીત પર રીલ બનાવે. પરંતુ જેમ વોર્નરે લખ્યું એમ કે પત્ની પહેલા તો દીકરીઓએ ડાન્સ કરી લીધો. ડેવિડ વોર્નરને તેલુગુ ફિલ્મો સાથે ઘણો લગાવ છે. ડેવિડ વોર્નર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. આ દરમિયાન તેનો તેલુગુ ફિલ્મો સાથેનો લગાવ વધ્યો હતો. ક્રિકેટની વાત કરીએ તો ડેવિડ વોર્નર અત્યારે શાનદાર ફોર્મમાં છે. તાજેતરમાં જ તેમણે એશેઝ સીરિઝમાં બે અર્ધસદી ફટકારી હતી.