જોહુકમી કે ત્રાસવાદને ચલાવી નહીં લેવાય, ક્વૉડે ચીન અને પાકિસ્તાનને આપેલી ચેતવણી
July 31, 2024

ટોક્યો/નવીદિલ્હી : ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમરેકિાના બનેલા ક્વૉડ સમૂહના પ્રતિનિધિઓએ ગઇકાલે (સોમવારે) તેમની પરિષદના અંતિમ દિને પ્રસિધ્ધ કરેલાં એક સત્તાવાર નિવેદનમાં દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વ ચીન સમુદ્રમાં ચીન દ્વારા કરાતી જોહુક્મી બંધ કરવા ચીનને સ્પષ્ટ ચેતવણી આપી છે. આ સાથે પાકિસ્તાનને પણ તેની ભૂમિ ઉપર સક્રિય રહેલાં ત્રાસવાદી સંગઠનોને કડક હાથે દબાવી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ક્વૉડ દેશોના વિદેશ મંત્રીઓની ટોક્યોમાં મળી રહેલી આ પરિષદે હવે માત્ર સુષ્ટુ સુષ્ટુ વાના કરવાને બદલે તમામ સભ્ય દેશોને તૈયાર રહેવા પણ અનુરોધ કરાયો છે. જો કે આ પરિષદે પાકિસ્તાનનાં નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમ કહ્યું હતું કે અલકાયદા આઈએસઆઈએસ, દાએશ, લશ્કર-એ-તૈય્યબા જેશ-એ-મોહમ્મદ જેવાં જૂથો જે દેશની ભૂમિ ઉપર કાર્યરત છે તે દરેકે તેમને દબાવવા પોતાની તમામ તાકાત વાપરવી જોઇએ. આ ઉપરાંત ક્વૉડ દેશોએ ગાઝા તેમજ યુક્રેન યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતાં ત્યાં શાંતિ સ્થાપવા બધાએ સાથે મળી પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.
Related Articles
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ તરફ? પુતિનના નિવેદન બાદ ઝેલેન્સ્કી પણ ખુશ
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ...
May 11, 2025
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક ય...
May 11, 2025
રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરામ... ચાર દેશોએ મુલાકાત કર્યા બાદ ઝેલેન્સ્કીની જાહેરાત
રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરા...
May 11, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશ...
May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્...
May 10, 2025
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત...
May 10, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025