ગુજરાતમાં ઘેર ઘેર હથિયારો પહોંચાડવાનો ટાર્ગેટ હતો? ATS દ્વારા મસમોટા ષડયંત્રનો પર્દાફાશ

May 13, 2022

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના સોદાગરોને ગુજરાત ATS ઝડપ્યા હતા. જેમની તપાસ દરમ્યાન વધુ કેટલાક હથિયારો સાથે 9 આરોપીઓને ATSએ પકડ્યા છે. અગાઉ પકડાયેલ આરોપીઓની વધુ પૂછપરછ તપાસ કરતા સામે આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જીલ્લાઓમાં કેટલાંક ઇસમોને ગેરકાયદેસર હથિયારો વેચેલા છે. આવા હથિયાર ખરીદનારા 28 ઇસમોને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસ સાથે ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. બાદમા આ ગુનામાં સંડોવાયેલ દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ તથા અન્ય આરોપીઓની પોલીસે પુછપરછ કરતા વધુ 9 આરોપીઓની આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવાતા ગુજરાત ATS ની અલગ અલગ ટીમો બનાવી તેમને રાઉડઅપ કરવામાં આવ્યા હતા. 
આ લોકોની જડતી પુછપરછ કરતા તેઓની પાસેથી બીજા 18 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે. મહત્વનું છે કે, અગાઉ લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર પોતાના કબ્જામાં વગર લાયસન્સના 4 હથિયારો સાથે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપાયો હતો. આમ ગુજરાત ATSની ટીમે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયાર તથા 18 કારતૂસ કબ્જે કર્યા છે. જોકે આ અંગે વધુ તપાસ બાદ ગેરકાયદેસર હથિયારો મળી આવવાની શક્યતાઓ રહેલી છે. 

- નવા ઝડપાયેલા આરોપીઓ...
(1) સિધ્ધરાજભાઇ કનુભાઇ ચાવડા ઉ.વ.૧૯, ધંધો-અભ્યાસ, રહે. વિષ્ણુપ્રેસ, આનંદધામ બંગ્લોઝ, પાળીયાદ રોડ, બોટાદ, મુળ વતનઃ ગામ: આંકડીયા, તા.જસદણ, જિ.રાજકોટ
(2) મહેન્દ્રભાઇ ગભરૂભાઇ ખાચર, ઉ.વ,રર, ધંધો-વેપાર, રહે બ્લોક નં.૩૭, અજય બેંગ્લોઝ, સર્વોદય સોસાયટી, તરણેતર રોડ, માત્રા બાપુના બંગ્લોઝની બાજુમાં, થાનગઢ, તા-થાન, જિ-સુરેન્દ્રનગર
(૩) કિશોરભાઇ નકુભાઇ ધાંધલ, ઉ.વ.૩૦, ધંધો-ડ્રાઇવિંગ રહે. રહે. મ.નં.ર૩, વિવેકાનંદ સોસાયટી, તા.જિ.બોટાદ
(4) મહાવીરભાઇ ધીરુભાઇ ધાંધલ, ઉ.વ.૨૮, ધંધો-ખેતીકામ, રહે બ્રાહ્મણ સોસાયટી, જેન દેરાસરની પાછળ, પાળીયાદ રોડ, તા.જિ.બોટાદ
(5) જયરાજભાઇ બાબભાઇ ખાચર, ઉ.વ.૨૫, ધંધો-ખેતીકામ, રહે.ધર્મશાળા વિસ્તાર,સારંગપુર, તા.બરવાળા, જિ.બોટાદ 
(6) મહેન્દ્ર ઉર્ફે લાલો મંગળુભાઇ ખાચર,  ઉ.વ.૨૪, ધંધો-ખેતીકામ, રહે.ગામઃબરવાળા, ડાભી શેરી વિસ્તાર, તાઃ જસદણ, જિ.રાજકોટ 
(7) રાજુભાઇ ઝીલુભાઇ જળ, ઉ.વ.૩૨, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામ સુદામડા, તા: સાયલા, જિ.સુરેન્દ્રનગર
(8) રાજવીર ઝીલુભાઇ, ઉં.વ.૨૨, ધંધો-ખેતીકામ, રહે. ગામથાનગઢ, રવિનગર, ઝાલાવાડ પોટ્રીની સામે, તા થાનગઢ, જિ.સુરેન્દ્રનગર
(9) વિપુલ રમેશભાઇ ગાડલીયા, ઉ.વ.૨૦, ધંધો-ખેતીકામ, રહે. ગામસુદામડા, તા: સાયલા, જિ.સુરેન્દ્રનગર