જળ સંકટ : આજવા ડેમમાં 24મી જૂન સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું

May 14, 2022

આજવા સરોવરમાંથી દરરોજ 15 કરોડ લિટર પાણી લેવાય છે અને દક્ષિણ તથા પૂર્વ વિસ્તારમાં વિતરણ કરાય છે. એ બાદ આજે તા.9મીમેના રોજ આજવામાં પાણીનુ લેવલ ઘટીને 207.૩5 ફૂટ થઈ ગયુ છે. હવે સરોવરમાં માંડ 272 મિલયન ક્યુબીક ફૂટ એટલે કે 771 કરોડ લિટર પાણી સંગ્રહાયેલુ છે એટલે કે એક અંદાજ મુજબ 24મી જૂન સુધી ચાલે એટલુ જ પાણી ડેમમાં બચ્યુ છે.

ઐતિહાસીક આજવા સરોવરમાં મહત્તમ પાણીની સંગ્રહ શક્તિ 214 ફૂટ છે. જ્યારે તે સરોવરમાં 205 ફૂટ સુધી પાણીનુ લેવલ હોય તો જ ગ્રેવિટીથી પાણી મેળવી શકાય છે. આજવા સરોવરમાંથી રોજ 150 એમએલડી (મિલિયન લિટર પર ડે) એટલે કે 15 કરોડ લિટર પાણી દરરોજ લેવાય છે અને શહેરના દક્ષિણ તથા પૂર્વ વિસ્તારની 7 લાખની જનતાને વિતરણ કરાય છે.

રોજેરોજ પાણીનો જથ્થો લેવાતો હોવાથી આજવા સરોવરમાં પાણીનુ સ્તર સતત ઘટી રહ્યુ છે. આજે તા.9મી મેના રોજ આજવા ડેમમાં પાણીનુ લેવલ ઘટીને 207.૩5 ફૂટ થઈ ગયુ હતુ. એટલે કે આ લેવલે આજવા ડેમમાં 1166 એમસીએફટી (મિલિયન ક્યુબીટ ફૂટ) પાણીનો સંગ્રહ થયેલો છે. આજવા સરોવરમાંથી 205 ફૂટ સુધીના લેવલ સુધી જ ગ્રેવિટીથી પાણી મેળવી શકાય છે અને તે લેવલ સુધીમાં 928 એમસીએફટી પાણી હોય છે. એટલે કે આજવા સરોવરમાં હાલમાં અંદાજે 2૩8 એમસીએફટી પાણી સંગ્રહ થયેલુ છે.