સોનભદ્રની પહાડીઓ નીચેના સોનાના ભંડાર પર ઝેરી સાપોનો પહેરો

February 22, 2020

નવી દિલ્હી : યુપીના સોનભદ્રની પહાડીઓની નીચે જ્યારથી 3500 ટનથી વધારે સોનુ હોવાનુ જિઓલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયાએ જણાવ્યુ છે ત્યારથી આ વિસ્તાર ભારતમાં જ નહી દુનિયામાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે. 

જોકે જ્યાં સોનાનો ભંડાર છુપાયો છે ત્યાં ડરામણી બાબત એ છે કે, દુનિયાના સૌથી ઝેરી સાપો પણ અહીંયા જ જોવા મળે છે.

એવુ કહેવાય છે કે, સામાન્ય રીતે સોનાના ખજાનાની રક્ષા સાપ કરતા હોય છે ત્યારે સોનભદ્રમાં આવો સંયોગ જોવા મળી રહ્યો છે.વૈજ્ઞાનિકોને જે જગ્યાએ સોનાની ખાણ હોવાનુ ખબર પડી છે ત્યાં જ કોબરા, કરૈત અને રસેલ વાઈપર નામના દુનિયાના સૌથી ઝેરી ગણાતા સાપોની પણ  વસતી હોવાનુ બહાર આવ્યુ છે.