હવામાન વિભાગની આગાહી : રાજ્યમા 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા

November 28, 2021

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે . જેમાં શિયાળા દરમ્યાન કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 30 નવેમ્બરની રાતથી 2 જી ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 નવેમ્બર રાતથી 1 ડિસેમ્બરના રાત સુધીના ચોવીસ કલાકમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી,. વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

જ્યારે 1 ડિસેમ્બરના રાતથી 2 ડિસેમ્બરના રાત સુધી ચોવીસ કલાકમાં દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ અમદાવાદ, આણંદ, ખેડા મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા માવઠાની શક્યતા નહિવત છે.