શું ખાવાના શોખીન છો? તો ઘરે જ બનાવો શિયાળામાં ખવાતી આ ખાસ રેસીપી, ઘીથી ભરપૂર લીલુ લસણ અને બાજરીના રોટલા

December 12, 2021

શિયાળો આવતાની સાથે-સાથે લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે ત્યારે ઠંડીમાં લીલા શાકભાજી ખાવા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એવામાં આજે અમે તમને લીલા લસણથી બનતી વાનગી અંગે જણાવીશું. જેને તમે ભૂરપૂર ઘી સાથે બનાવી શકો છો. તો આવો જોઇએ લીલા લસણથી બનતી ટેસ્ટી વાનગી..

સામગ્રી
1 મોટો બાઉલ – લીલું લસણ
1/2 બાઉલ – દેશી ઘી
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક પને લો તેને ધીમા તાપ પર ગરમ કરો હવે તેમા દેશી ઘી ઉમેરી લો. ધી ગરમ થાય એટલે તેમા સમારેલું લીલું લસમ ઉમેરી લો તેને અધકચરુ સાંતળી લો. હવે ઉપરથી અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરો. 2 મિનિટ સુધી તેને સાંતળી લો અને હલાવતા રહો . બાદમાં ગેસ બંધ કરી લો. આ ચટણીને તમે મકાઇ કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો.