શું ઘર બેઠા વાળ કાળા કરવા માંગો છો? લીમડાના પાન કરશે તમારી હેલ્પ

May 23, 2022

સફેદ વાળની સમસ્યાને લઈને લોકો મોટાભાગે મુશ્કેલી અનુભવે છે. બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાન પાનના કારણે અનેક લોકોને આ મુશ્કેલી રહે છે. એવામાં તેનાથી બચવા માટે કેટલાક લોકો કલરનો ઉપયોગ કરે છે. કેટલાક તેને નેચરલ રીત માને છે. લીમડાના પાનથી ઉંમર પહેલાના સફેદ વાળને કાળા કરવામાં આવે છે. આ સિવાય વાળને મજબૂત કરવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. તો જાણો ઉપયોગની રીત.

વાળ થશે કાળા
લીમડાના પાન વાળને માટે લાભદાયી માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. તમે જાણો છો તેમ લીમડાના પાનમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં હોય છે. તમે તેને વાળમાં લગાવશો તો સફેદ વાળની સમસ્યા ખતમ થશે.

આ રીતે કરો ઉપયોગ
લીમડાના પાનને વાળમાં લગાવતા પહેલા તેને 20 મિનિટ પાણીમાં ગરમ કરો. આ પછી આ પાણીથી રોજ વાળની મસાજ કરો. તેનાથી તમને ફાયદો થશે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અનને ફંગલ પણ હોય છે. તેનાથી સ્કેલ્પ હેલ્ધી રહે છે.

ડેન્ડ્રફની સમસ્યા થશે ખતમ
સફેદ વાળની સમસ્યા ખતમ થવાની સાથે સાથે તેનાથી ડેન્ડ્રફની સમસ્યાથી પણ રાહત મળે છે. આ સિવાય જે લોકોના વાળ વધારે ખરે છે તેઓ પણ આ ઉપાય ટ્રાય કરી શકે છે. રોજ આ ઉપાય કરવાથી તમને તેનો ફાયદો થશે. ફક્ત લીમડાના પાનથી વાળ સંબંધિત અનેક સમસ્યામાં રાહત મળશે.