શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કારણો

May 06, 2022

આંખોની સુંદરતા તમારા ચહેરાની સુંદરતા વધારી શકે છે. કેટલાક લોકોની આંખની નીચે ખાડા જોવા મળે છે. આ માટે અનેક કારણો જવાબદાર રહે છે. જો તમારી ખરાબ લાઈફસ્ટાઈલ અને પાણી ઓછું પીવાની આદત હશે તો તમે આ સમસ્યાનો શિકાર બની શકો છો. આ સિવાય પણ કેટલાક કારણો છે જેને જાણી લેવા તમારા માટે જરૂરી છે. તો જાણો કઈ સમસ્યાઓ તમારી આંખોની સુંદરતાને ખરાબ કરી શકે છે.

વધતી ઉંમર બની શકે છે કારણ
ઉંમર વધવાને કારણે આંખોની નીચે ખાડાઓ પડવા લાગે છે. વાસ્તવમાં ઉંમર વધવાની સાથે ત્વચામાં કોલેજનનું પ્રમાણ ઘટે છે, જેના કારણે આંખોની આસપાસની ત્વચા કરચલીઓ વાળી લાગે છે, આ સિવાય ત્વચા પણ ઢીલી થવા લાગે છે અને આંખોની નીચે ખાડાઓ પડવા લાગે છે.

થાક અને ઊંઘનો અભાવ
ઘણી વખત ઊંઘ ન આવવાને કારણે તમારી આંખોની નીચે ખાડાઓ પડવા લાગે છે. પૂરતી ઊંઘ ન મળવાને કારણે તમારી ત્વચા નબળી પડી જાય છે અને અંદરની તરફ ધસી જવા લાગે છે.

વિટામિન કે પણ જવાબદાર
આ ઉપરાંત જો તમારા શરીરમાં વિટામિન કે ઓછું હોય તો તમારી આંખો અંદર ધસી જાય છે. આ સ્થિતિમાં વિટામિનની ઉણપને દૂર કરવા માટે તમારે વિટામિન સી અને આયર્નથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

ડિહાઇડ્રેશન હોઈ શકે છે કારણ
ઉનાળાની ઋતુમાં ડીહાઈડ્રેશનની સમસ્યા ઘણી વધી જાય છે. જેના કારણે તમારી આંખોની નીચે પણ ખાડા પડી જાય છે. આવી સ્થિતિમાં તમારે વધુને વધુ પાણી પીવું જોઈએ. તો તમારી આંખની આસપાસની સ્કીન સારી રહેશે.

યુવી કિરણો અને પ્રદૂષણને કારણે પણ વધે છે તકલીફ
તેની સાથે યુવી કિરણો અને પ્રદૂષણને કારણે તમારી આંખો પણ બંધ થવા લાગે છે. આને રોકવા માટે સનસ્ક્રીન લગાવીને ઘરની બહાર નીકળવું યોગ્ય રહેશે. તેનાથી તમારી આંખોની તકલીફ ઘટશે અને સ્કીનને સંબંધિત સમસ્યા ઓછી થઈ શકે છે.