સમાગમ વખતે શારીરિક ઊર્જા ઘટી ન જાય તે માટે શું કરશો?

April 18, 2022

માનસિક નિકટતાની સાથે સાથે શારીરિક નિકટતા પણ અત્યંત મહત્ત્વની છે. આપણે જાહેરમાં સેક્સનું નામ આવતાં ઘણાં સંજોગોમાં હવે આંખ આડા કાન કરતાં પણ હકીકત એ છે કે તે અંગે આંખ આડા કાન કરવાને બદલે તે વિશે જાગૃતિ કેળવવાની જરૂર છે. સેક્સ અંગે યોગ્ય જાગૃતિ આવશે તો ઘણાં દૂષણોની બચી શકાશે. અલબત્ત, હવે પહેલાં કરતાં લોકોમાં ઘણો સુધારો થયો છે. 

આજની પેઢી સેક્સ શબ્દ બોલતાં ખચકાતી નથી. તે જાહેરમાં પોતાના મિત્રો સાથે એ વિશે ચર્ચા કરે છે. તેમ છતાં હજી ઘણાં પરિવારોમાં બાળકો સાથે આ સબ્જેક્ટ ઉપર વાતો કરવી પાપ ગણવામાં આવે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે સેક્સ બાબતે ઊંડાણમાં ખબર ન હોય તો વ્યક્તિનું અધૂરું નોલેજ તેને મુશ્કેલીમાં મૂકી શકે છે. આપણે કોઇની પાસેથી સાંભળેલી વાતો ઉપર જનરલી તરત વિશ્વાસ કરી લેતાં હોઇએ છીએ, એ વસ્તુ આપણા મગજમાં ફિટ થઇ જતી હોય છે. એ કારણે પણ ઘણીવાર મુશ્કેલી થઇ શકે છે.  

 સેક્સ કેમ કરવું અને તે સમયે શું કરવું તે વિશે તો ઘણી વાતો થઈ ગઈ છે, પણ આ સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું, અને શું કરવાથી દૂર રહેવું જેથી સેક્સ સમયે શારીરિક ઊર્જા ઓછી ન થાય તે વિશે વાત કરી લઇએ. કારણ કે સેક્સ સમયે શું શું કરવું જોઇએ તે વિશે તો આપણી પાસે નોલેજ હોય જ છે, પણ તે પહેલાં કેવાં કેવાં કાર્યોથી દૂર રહેવું તે વિશે ઘણી ગેરમાન્યતા હોય છે, તો આજે એ વિશે વાત કરી લઇએ.

સેક્સ કરતાં પહેલાં કે તે સમયે શારીરિક ખામી વિશે ન વિચારવું  
સ્ત્રીઓને પોતાની શારીરિક રચના અંગે ઘણી સમસ્યા હોય છે. ભાગ્યે જ કોઈ સ્ત્રી એવી હશે જેને પોતાની શારીરિક રચનાથી સંતોષ હોય. કોઇને પોતાની હાઇટથી સમસ્યા છે તો કોઇને નાના બ્રેસ્ટ હોવાનું દુઃખ છે. કોઇને શ્યામવર્ણ હોવાની સમસ્યા છે તો કોઇને હિપ્સનો ભાગ નાનો લાગે છે. કોઇને લિપ્સ નાના લાગે છે તો કોઈને પોતાના પેટનો ભાગ વધારે અનુભવાય છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને શારીરિક રચનાની ચિંતા વધારે હોય છે. પુરુષને માત્ર પોતાના પેનિસની સાઇઝની અને તે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકશે કે કેમ એ જ ચિંતા હોય છે. સ્ત્રી કે પુરુષ કોઇપણ સેક્સ કરતાં પહેલાં કે તે દરમિયાન પોતાની શારીરિક રચના વિશે વિચારશે, તેની ખામીઓ પાર્ટનરને નહીં ગમે તો તેવા વિચાર કરશે તો સેક્સની મજા નહીં માણી શકે. જો તમે સેક્સની મજા માણવા માંગતાં હોવ તો શારીરિક ખામી વિશે ન વિચારો, તેના વિચારો તમને સેક્સની મજા માણવાથી વંચિત રાખશે અને તમારું અરુચિભર્યું વર્તન પાર્ટનરને પણ અકળાવી નાખશે. 

સેક્સ કરતાં પહેલાં શેવ ન કરવું  
સ્ત્રીઓ ઘણી વાર મખમલી ત્વચા માટે સેક્સ કરતાં પહેલાં જ શેવ કરતી હોય છે. શેવ કરેલું હોવા છતાં ત્વચા સુંવાળી લાગે તે માટે સેક્સ પહેલાં રેઝર વડે ટચઅપ કરતી સ્ત્રીઓની સંખ્યા વધારે હશે, પણ આ આદત જોખમી છે. શેવિંગથી ત્વચાનું એક્સોપોલિએશન થાય છે. ત્વચા શેવિંગ બાદ વધારે પડતી સેન્સિટિવ થઈ જાય છે, ઘણી વાર ઉતાવળમાં વાગી જવાના દાખલા પણ બને છે. એ સિવાય જે સ્ત્રીઓને રેઝરથી જ શેવ કરવાની આદત હોય તે સ્ત્રી થોડા થોડા હેર બહાર આવ્યા હોય અને શેવિંગ કરશે તો તે જગ્યાએ ઇચિંગ અને રેશિસની સમસ્યા થશે, માટે સેક્સના થોડા સમય પહેલાં જ શેવિંગ ન કરવું, તેને બદલે એક કે બે દિવસ પહેલાં કરવું. રેઝરથી શેવ કરવાને બદલે બિકિની વેક્સ કરાવો, વેક્સથી હેર જલદી નથી આવતા.  

આલ્કોહોલ  
ઘણાં કપલ્સની એ ફેન્ટસી હોય છે કે તે થોડું આલ્કોહોલ લઇને પછી સેક્સ કરે. થોડું આલ્કોહોલ લેવાથી જોશ વધે છે અને સંકોચ દૂર થાય છે, આ માન્યતા તદ્દન ખોટી છે. આલ્કોહોલ લઇને સેક્સ કરવાનું વિચારતાં લોકોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે લઇને સેક્સ કરવાથી ઘણી વાર ન કરવાની હરકતો થઇ જતી હોય છે, આ વસ્તુ પાર્ટનરની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. વળી આલ્કોહોલના સેવનથી મોઢામાંથી દુર્ગંધ પણ આવે છે. સેક્સ પહેલાં આલ્કોહોલના સેવનથી દૂર રહેવાની સાથે કાંદા, લસણ અને મૂળાના સેવનથી પણ દૂર રહેવું.  

સેક્સ પહેલાં બ્રશ કરવાની આદત 
જનરલી હાઇજિન વિશે વિચારતાં કપલ્સ પથારીમાં જતાં પહેલાં મતલબ કે સેક્સ કરતાં પહેલાં બ્રશ કરે છે. કપલ્સ જાણે છે કે મોઢામાંથી આવતી દુર્ગંધ સેક્સની ઇચ્છામાં અને સેક્સની મજામાં બાધારૂપ બની શકે છે. પણ સેક્સ કરતાં પહેલાં થોડી વાર પહેલાં જ બ્રશ ન કરવું. સેક્સ પહેલાં બ્રશ કરવાથી તમે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તરફ વધારે સંવેદનશીલ બની જાવ છો, સેક્સ પહેલાં બ્રશ કરવાને બદલે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરો, માઉથ ફ્રેશનર સ્પ્રે, પીપરમિન્ટ કે વરિયાળી ખાવ. તમે એલચી કે લવિંગનો ઉપયોગ પણ કરી શકો છો. એ ખાવાથી પણ ફાયદો થશે. માઉથ ફ્રેશનરના ઉપયોગથી દુર્ગંધ દૂર થશે તેમજ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ નહીં થાય.  

વધારે પડતું ભોજન ન કરો 
જે દિવસે સેક્સ કરવાની ઇચ્છા રાખતાં હોવ તે દિવસે બને ત્યાં સુધી રાત્રીનું ભોજન જલદી કરી લો. ભોજન કર્યાં બાદ બે કલાકના અંતરે સેક્સ કરવું. જો બે કલાકનો સમય ન હોય, જલદી સૂઇ જવું હોય તો એ દિવસે ઓછો ખોરાક ખાવો. વધારે પડતો ખોરાક લેવાથી સ્થૂળતા આવી શકે છે. આળસ આવી જાય છે. આખો દિવસ ઘરથી બહાર રહેતાં, મતલબ કે નોકરી કરતાં કપલ્સે ખાસ જે રાત્રે સેક્સ કરવાનું હોય તે રાત્રે સાવ લાઇટ ભોજન લેવું, નહીં તો બેડમાં જતાં સેક્સના વિચારોને બદલે સૂવાના જ વિચાર આવશે. હેલ્ધી સેક્સ માટે વધારે પડતાં તીખાં તળેલાં ભોજનથી પણ દૂર રહેવું જેથી સ્વાસ્થ્ય પર અસર ન થાય.