દર્શન કરીને પરત ફરતી વખતે હાઈવે પર વાન કન્ટેનરમાં ઘુસી ગઈ, 4નાં મોત, 8 ઘાયલ

November 22, 2021

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાન ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેન્ટરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 4 લોકોનાં મોત થયા છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક બે વર્ષની બાળકીનો પણ સમાવેશ છે. આ અકસ્માત મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના માનોર પાસે રવિવારની મોડી સાંજે સર્જાયો હતો. તમામ લોકો તારાપુરના દાંડીના રહેવાસી છે. જેઓ વિરારના એકવીરા મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

માનોર પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં એક બે વર્ષના બાળક અને એક 3 વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તો બે ઈજાગ્રસ્તોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની સવારે રફાઈવ સીટર ઈકો વાનમાં 9 લોકો મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેમાં એક ડ્રાઈવર અને ત્રણ બાળકોનો પણ સમાવેશ હતો. આ તમામ લોકો માછીમાર સમુદાયના હતા.