આર્ટિકલ્સ 370 હોય કે ન હોય, જમ્મુ-કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ ; SC

May 13, 2022

જમ્મુ - કાશ્મીરમાં આર્ટિકલ્સ 370ને લઈને ફરી એકવખત SCની ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આર્ટિકલ્સ 370 હોઈ શકે કે ન હોય, પરંતુ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતો અને હંમેશા રહેશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સીટોના ​​સીમાંકનને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ અરજી શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને ડૉ. અયુબ દ્વારા દાખલ કરવામાં આવી છે.


સુનાવણી દરમિયાન અરજદારોએ ઓગસ્ટ 2019 માં આર્ટિકલ્સ 370 નાબૂદ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના પર જસ્ટિસ એમએમ સુંદરેશે અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે શું તેઓ આ અરજીમાં આર્ટિકલ્સ 370 નાબૂદ કરવાને પણ પડકારી રહ્યા છે.


જેના પર વકીલે જવાબ આપ્યો - ના, અમે આ અરજીમાં તેણે પડકાર્યા નથી. પરંતુ 5 ઓગસ્ટ 2020 પછી કાશ્મીર ભારતનો ભાગ બની ગયું. તેના પર જસ્ટિસ સંજય કિશન કૌલે તેમને અટકાવ્યા અને કહ્યું કે આ સાચું નથી. તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતો, માત્ર એક વિશેષ જોગવાઈ (કલમ 370) દૂર કરવામાં આવી છે.