તારક મહેતામાં થશે દયાભાભીની વાપસી? ત્રણ વર્ષ બાદ ધમાકેદાર એન્ટ્રીનું બનાવ્યું મિશન

January 20, 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)માં દરેક કેરેક્ટર પોતપોતાની રીતે શાનદાર છે. પણ જેઠાલાલ (Jethalal) અને દયાભાભી (Dayabhabhi)ના કેરેક્ટરની વાત જ કાંઈક અલગ છે. જો કે લાંબા સમયથી ફેન્સ દયાબહેનને શોમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી (Disha Vakani) સપ્ટેમ્બર 2017થી શોમાં દેખાઈ નથી. તે સમયે તે મેટરનિટી લીવ પર ગઈ હતી. જે બાદથી તેની શોમાં વાપસી થઈ શકી નથી. પણ હજુ સુધી દિશાએ શોને છોડ્યો નથી.

 

 


3 વર્ષ વીત્યા છતાં હજુ પણ દયાભાભી તારક મહેતામાં પરત ફર્યા નથી. ફેન્સ પણ દયાભાભીની રાહ જોઈને બેઠાં છે. આ વચ્ચે જ દયાભાભીને લઈને એક મોટી ખબર સામે આવી છે. દયાબહેનને પરત લાવવા માટે તારક મહેતા દ્વારા ખાસ મિશન બનાવવામાં આવ્યું છે.

શોમાં અંજલિ અને તારક વાત કરે છે અને આ દરમિયાન દયાબહેનની વાપસીનો ઉલ્લેખ પણ કરે છે. અંજલિ કહે છે 2021નો પહેલો દિવસ હંગામેદાર હતો. જેના પર તારક મહેતા કહે છે કે બહુ વધારે અને ઈશ્વરને પ્રાથના કે આવો હંગામો ફરીથી જોવા ન મળે. 2021 શાંતિથી પસાર થઈ જાય બસ. તો અંજલિ કહે છે કે 2021માં બસ પોપટભાઈના લગ્ન થઈ જાય અને સૌથી વધારે જરૂરી કોરોના વેક્સિન બધાને સફળતાપુર્વક લાગી જાય.