દેશમાં કોમી તંગદીલી સાથે અજંપો સરકારની મનસા સામે જ સંશય
April 26, 2022

શોભાયાત્રામાં વિવાદીત સૂત્રોચ્ચાર સાંભળી મુસ્લિમ યુવાનો શોભાયાત્રા પર પથરો ફેંકવા લાગતા જ ઉશ્કેરાયેલા હિન્દુ યુવાનો ભગવો ઝંડો લઈને મસ્જિદમાં ઘૂસી ગયા. તેમનો ઇરાદો મસ્જિદના ઘુમ્મટ પર ચડીને ભગવો ઝંડો ફરકાવવાનો હતો, પણ મુસ્લિમ યુવાનોએ તેને નાકામ બનાવ્યો હતો. હિન્દુ યુવાનો ભગવા ઝંડા મસ્જિદના કમ્પાઉન્ડમાં ફેંકીને ભાગી ગયા હતા. આ તોફાનો જોતજોતામાં આખા જહાંગીરપુરી વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. બ્લોક જી અને એચમાં હિન્દુ બહુમતી હોવાથી મુસ્લિમો પર હુમલા કરવામાં આવ્યા હતા. બ્લોક સીમાં મુસ્લિમોની વસતિ વધુ હોવાથી હિન્દુઓનાં ઘરો પર હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા મેદાનમાં આવી ત્યારે પોલીસ પર પણ ગોળીબાર થયો. પથ્થરમારામાં અને ગોળીબારમાં આઠ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જે ૨૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમાં ૧૫ મુસ્લિમ છે અને ૮ હિન્દુ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં રામ નવમીની શોભાયાત્રામાં સામેલ થયેલા યુવાનો હાથમાં તલવાર અને લાઠી ઉછાળી રહેલા જોવા મળ્યા હતા. કેટલાક યુવાનો હાથમાં રિવોલ્વર લઈને હવામાં ગોળીબાર કરતાં પણ નજરે પડતા હતા. યુવાનોએ કબૂલ કર્યું હતું કે તેઓ તલવાર લઈને આવ્યા હતા, પણ તેમના કહેવા મુજબ તેઓ માત્ર મનોરંજનના હેતુથી તલવાર લઈને આવ્યા હતા. જહાંગીરપુરીમાં ભડકી ઊઠેલાં તોફાનો પ્રિપ્લાન્ડ હોવાની પૂરી સંભાવના રહેલી છે. એ જ રીતે મધ્ય પ્રદેશના ખરગોનમાં અને રાજસ્થાનના કૈરોલીમાં પણ કોમી તોફાનો થતાં હિન્દુ પરિવારોને હિજરત કરવાની ફરજ પડી હતી.
તોફાની તત્વોને કાયદાનું ભાન કરાવવા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પછી ગુજરાત તેમજ દિલ્લીમાં તોફાનોએ કરેલા ગેરકાયદે બાંધકામોને શોધી શોધીને તેના પર બુલડોઝર ફેરવવાનું શરૃ કરાયુ. આમ તો સરકારની આ કાર્યવાહી કાયદાને નામે કરાઈ છે પરંતુ દબાણોના સફાયા પાછળના હેતુ સામે સવાલો ઉઠ્યા છે. તોફાનો કરનારા આરોપીઓ પર ખટલો ચલાવવાનો હોય અને તેઓ ગુનેગાર પુરવાર થાય તો કોર્ટ તેમને સજા કરશે. પરંતુ સરકાર અને તંત્રએ કાયદાનો જ સહારો લઈને તોફાનીઓનાં ઘરો પર બુલડોઝર ચલાવવાનું શરુ કરી દેતાં હવે કેટલાક નિર્દોષો પણ ભોગ બની રહ્યા છે. મુસ્લિમ બાદશાહો ભારતમાં રાજ કરી ગયા અને હિન્દુ મંદિરોનો ધ્વંસ કરવા ઉપરાંત લાખો હિન્દુઓને વટલાવતા ગયા તે ઐતિહાસિક હકીકત છે, પણ તેની સજા મુસ્લિમોની વર્તમાન જમાતને કરવામાં કોઈ ડહાપણ નથી. દેશનાં હિન્દુઓમાં પદ્ધતિસર રીતે સોશ્યલ મીડિયામાં મુસ્લિમોનો ડર ફેલાવાઈ રહ્યો છે કે, જો તેમની વસતિ હદ બહાર વધી જશે તો તેઓ ભારતને પણ મુસ્લિમ દેશ બનાવી દેશે. આ પરિસ્થિતિમાં ભાજપની સરકાર વસતિનિયંત્રણનો કાયદો લાવવાની વેતરણમાં છે. કર્ણાટકમાં હિજાબ અને હલાલનો વિવાદ ચગાવાઈ રહ્યો છે તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે મસ્જિદોમાં થતી આઝાનનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ ધમકી આપી છે કે જો સરકાર તા. ૩ મે સુધીમાં મસ્જિદો પરનાં ભૂંગળાં નહીં ઉતરાવી લે તો તેઓ દરેક મસ્જિદની બહાર હનુમાન ચાલીસાનો પાઠ લાઉડ સ્પિકર પર કરાવશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાતના ૧૦થી સવારે ૬ દરમિયાન લાઉડ સ્પીકરનો ઉપયોગ થઈ શકતો નથી. પણ મસ્જિદોમાં વહેલી સવારે આઝાન કરવામાં આવતી હોય છે. હવે આ મુદ્દાનો પણ રાજકીય ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજસ્થાનના કરૌલીમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી હિન્દુઓની રેલી પર હુમલો કરાયો, તેના પગલે હિંસા ફાટી નીકળી હતી.
Related Articles
SCના ફરમાન પછી ઉદ્ધવ પાસે રાજીનામા સિવાય આરો ન હતો
SCના ફરમાન પછી ઉદ્ધવ પાસે રાજીનામા સિવાય...
Jul 02, 2022
સિબ્બલના કોંગ્રેસને રામ રામ અને G-23 જૂથનું ભાવિ અદ્ધર
સિબ્બલના કોંગ્રેસને રામ રામ અને G-23 જૂથ...
May 28, 2022
ભ્રષ્ટાચાર મુદ્દે બાંધછોડ નહીં, મંત્રી સિંગલાને CM માને હાંકી કાઢ્યા
ભ્રષ્ટાચાર મુદ્દે બાંધછોડ નહીં, મંત્રી સ...
May 28, 2022
પેરારીવલનની મુક્તિ : SCનો નિર્ણય છતાં દોષારોપણ મોદી સરકાર ઉપર
પેરારીવલનની મુક્તિ : SCનો નિર્ણય છતાં દો...
May 21, 2022
RCBએ 8 વિકેટથી GTને હરાવ્યું:કિંગ કોહલીની વિસ્ફોટક 73 રનની ઈનિંગે બાજી પલટી
RCBએ 8 વિકેટથી GTને હરાવ્યું:કિંગ કોહલીન...
May 19, 2022
ભારતીય અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત, બેરોજગારીનો દર પણ વધ્યો
ભારતીય અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત, બે...
May 07, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022