ઓન્ટેરિયોમાં કોરોનાના સંકટ સાથે જ હવે પરિચારિકાઓની ભરતીમાં મુશ્કેલીના સંકેત

April 27, 2021

  • અનેક પ્રાંતો અને વિસ્તારોમાં કોવિડ-૧૯નું સંક્રમણ વધી જતાં સમસ્યા સર્જાઈ

ઓન્ટેરિયો : કેનેડીયન નર્સીસ એસોસિયેશનના પ્રમુખ ટીમ ગેસ્ટે જણાવ્યું હતું કે કેનેડાના અન્ય પ્રાંતોમાંથી ઓન્ટેરિયોેને નર્સોની સહાય મળવાનું હવે મુશ્કેલ બનશે. કેમ કે ઘણાં પ્રાંતો અને વિસ્તારોમાં પણ કોવિડ-૧૯નું સંક્રમણ ઘણું વધ્યું હોવાથી ત્યાં પણ નર્સોની તંગી જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યુંું હતુ કે, ન્યુ બ્રુન્સવીક, યુક્રેન અને ઉત્તર પશ્ચિમ વિસ્તાર તથા નુનાવુટ વિસ્તારમાં વેકસીનની પણ તંગી જોવા મળી રહી છે. વર્ષ ર૦૧૬થી જે વિસ્તારોમાં નર્સોની તંગી નથી એમાંર્ અલ્બર્ટા, પીઈઆઈ અને ન્યુફાઉન્ડલેન્ડ તથા લાબ્રાડોરનો સમાવેશ થાય છે. બાકીના બધા વિસ્તારોમાં તંગી છે. જો કે, અત્યારે તો પીઈઆઈમાં પણ આઈસીયુ માટેની નર્સોની અછત જોવા મળી રહી છે. તેમણે કહ્યુંું હતું કે, નર્સોને વધુ પ્રમાણમાં નોકરીઓ અપાય, એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ છતાં હાલમાં સમય ઘણો કપરો હોવાથી જોઈએ એટલા પ્રમાણમાં નર્સો ઉપલબ્ધ નથી. આપણા દેશ સામે અત્યારે તો આ પણ મોટો પડકાર છે.

ઓન્ટેરિયોેએ ગત શુક્રવારે પણ અન્ય પ્રાંતોના વડાઓને પત્ર લખીને નર્સોની મદદ માટે રજુઆતો કરી હતી. મહામારી પહેલા નર્સોની ઘણી જગ્યાઓ ખાલી હતી અને ઓપરેશન થીયેટર, આઈસીયુ, ઈમરજન્સી અને લોંગટર્મ કેર હોમ્સ તથા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ ઘણી તકો હતી. પરંતુ મહામારી આવ્યા બાદ નર્સોની માંગ વધતી ગઈ અને અમેરિકા જેવા દેશોએ કેનેડામાંથી ઘણી નર્સોને નોકરીઓ આપી હોવાથી કેનેડામાં તંગી ઉભી થઈ હતી. જે હવે ઘણી મહત્વની બની રહી છે. ખાસ કરીને ઓન્ટેરિયોેમાં છેલ્લા થોડા મહિનાઓથી જે સ્થિતિ છે એ જોતા જો સમયસર નર્સોની જગ્યાઓ ભરવામાં નહીં આવે તો મુશ્કેલીઓમાં વધારો થશે. રવિવારે ઓન્ટેરિયોેના આરોગ્ય મંત્રાલયે ફરીથી ફેડરલ સરકાર સમક્ષ નર્સોની માંગણી તાકીદના ધોરણે કરી હતી. કેમ કે, કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઈ રહ્યો છે.