સઉદી અરબમાં મહિલાઓને મંત્રીમંડળમાં જવાબદારી

July 06, 2022

દિલ્લી: મહિલા અધિકારોના દમનને લઈને માનવાધિકાર કાર્યકર્તાઓના નિશાના પર રહેનારો મુસ્લિમ દેશ સઉદી અરબે હાલના વર્ષોમાં મહિલાઓ માટે અનેક સુધારા કર્યા છે. હવે સઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીજ અલ-સઉદે મહિલાઓને મંત્રી પરિષદમાં જગ્યા આપવાનું શરૂ કરી દીધું છે. સઉદીએ આ વખતે પોતાના મંત્રીમંડળમાં પરિવર્તન દરમિયાન બે મહિલાઓ, હાઈફા બિન્ત મોહમ્મદ અને શિહાના અલજાજને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
કિંગ સલમાને રાજકુમારી હાઈફા બિન્ત મોહમ્મદને સઉદી અરબના પ્રવાસન ઉપમંત્રી અને શિહાના અલજાજને મંત્રી પરિષદના ઉપ મહાસચિવના પદ પર નિયુક્ત કરી છે. રવિવારે કિંગ સલમાન તરફતી શાહી ફરમાન જાહેર કરીને તેની જાહેરાત કરવામાં આવી,


અલજાજ સઉદી અરબની વકીલ બનનારી પહેલી મહિલાઓમાંથી એક હતી. તેમણે બ્રિટનના દુરહમ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તે સરકારી રોકાણ કોષમાં વકીલના પદ પર કામ કરી ચૂકી છે. ફોર્બ્સ મિડલ ઈસ્ટે વર્ષ 2020માં અલજાજને 100 સૌથી વધારે પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં તેનો સમાવેશ કર્યો હતો.