વર્લ્ડ બેન્કની ચેતવણી - વ્યાજદરમાં વૃદ્ધિ વૈશ્વિક અર્થતંત્રમાં ‘મંદીની સુનામીֹ’ નોંતરશે

September 16, 2022

મુંબઇ : મહામારીના કમરતોડ ફટકાથી માંડ માંડ બેઠાં થઇ રહેલા વૈશ્વિક અર્થતંત્ર પર હવે વર્ષ 2023માં આર્થિક મંદીની સુનામી આવશે તેવી વર્લ્ડ બેન્કે ચેતવણી આપી છે. આ આર્થિક મંદી પાછળ મોંઘવારીને ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજદરમાં આક્રમ વૃદ્ધિ જવાબદાર છે. આ મંદી છેલ્લા પાંચ વર્ષની સૌથી ભયંકર મંદી હશે.

વર્લ્ડ બેન્કે જણાવ્યુ કે, મહામારી બાદ બેફામ ગતિએ વધી રહેલી મોંઘવારીને ડમવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત અને યુરોપિયન ઝોન સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં આક્રમક વધારો કરી રહી છે અને તેની સીધી પ્રતિકુળ અસર આર્થિક વિકાસદર પર થઇ રહી છે.

દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રોના વિકાસદરમાં ઝડપી ઘટાડો આવ્યો છે, જેમાં અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન સામેલ છે. વર્લ્ડ બેન્કે તેના એક રિપોર્ટમાં જણાવ્યુ કે, વ્યાજદરમાં વૃદ્ધિથી વૈશ્વિક અર્થંતંત્રને માર પડી રહ્યો છે અને આગામી વર્ષે તે મંદીમાં પરિણમી કરી શકે છે. આ સંસ્થાએ જણાવ્યુ કે, વર્ષ 1970ની મંદી બાદથી પછી થયેલી રિકવરી બાદ ગ્લોબલ ઇકોનોમીમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લે આવેલી વૈશ્વિક આર્થિક મંદી બાદ પહેલીવાર કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં ઝડપી ઘટાડો નોંધાયો છે.