વિશ્વ હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારી હત્યા

February 02, 2020

લખનઉ : ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ફરી એકવાર ઉભો થયો છે. રાજધાની લખનઉના હજરતગંજમાં વિશ્વ હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રંજિત બચ્ચનને અહીં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા તે દરમિયાન કરવામાં આવી જ્યારે તેઓ વોકિંગ કરવા નિકળ્યા હતા.

ખરેખર રંજિત બચ્ચન સવારે મોર્નિંગ વોર પર નિકળ્યા હતા, ત્યારે જ બાઇક પર સવાર બદમાશોએ તેમના પર હુમલો કરી દીધો અને રંજિત પર ફાયરિંગ કર્યું. ગોળી વાગવાના કારણે રંજિતનું મોત નિપજ્યુ. રંજિતની CDRI પાસે ગોળી મારી હત્યાની વારદાતને અંજામ આપવામાં આવ્યો.

ત્યાં જ હુમલાખોરોએ રંજિતના માથામાં ગોળી મારી. ધોળા દિવસે ઘટેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. આ હુમલામાં રંજિતના ભાઇને પણ ગોળી વાગી હતી. જેના કારણે તેમનો ભાઇ ઇજાગ્રસ્ત થયો છે. ઘાયલ હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્તે ખસેડવામાં આવ્યા હતાં.

ત્યાં જ ઘટનાસ્થળેથી હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા અને પોલીસની 6 ટીમો અને ક્રાઇમબ્રાંચ હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.