ઑસ્ટ્રેલિયામાં 10,000 ઊંટોને મારી નાંખવાના નિર્ણયથી દુનિયાભરમાં ખળભળાટ

January 09, 2020

અનંગુ : આગની તબાહી સામે ઝઝૂમી રહેલું ઓસ્ટ્રેલિયા હવે 10 હજાર ઊંટ મારવા જઇ રહ્યું છે, કેમ કે આ ઊંટ વર્ષમાં એક ટન મિથેન ગેસ ઉત્સર્જિત કરે છે, જે તેટલા જ કાર્બન ડાયોક્સાઇડ જેટલો છે. એટલું જ નહીં, તે રસ્તા પર વધારાની 4 લાખ કાર બરાબર છે.

દક્ષિણ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સંગઠન અનંગુ પીતજંતજતારા યનકુનિતજ્જતજરા લેન્ડસ (APY)નું કહેવું છે કે ઊંટોને મારવાનું એક કારણ પાણીની અછત પણ છે. પ્રોફેશનલ શૂટર્સે બુધવારથી ઊંટોને મારવાનું શરૂ કર્યું છે. મધ્ય ઓસ્ટ્રેલિયામાં ઊંટોની વસતી 12 લાખથી વધુ છે. સ્થાનિક આદિવાસી નેતાઓએ 10000 ઉંટોને મારવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ આ પ્રાણી ગ્લોબલ વોર્મિંગની વધારી રહ્યા છે આથી આ નિર્ણય લીધો.

ડેઇલી મેલના એક રિપોર્ટ મુજબ, આ ઊંટ ગ્લોબલ વોર્મિંગ વધારી રહ્યા છે. એપીવાયના કાર્યકારી બોર્ડ મેમ્બર મારિયા બેકરે કહ્યું કે, ‘ઊંટ ઘરોમાં ઘૂસીને એર કન્ડિશનર્સમાંથી પાણી પી જાય છે.’ સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે જંગલી ઊંટની વસતી દર 9 વર્ષે બમણી થઇ જાય છે. અહીં વર્ષ 2009થી 2013 દરમિયાન પણ 1.60 લાખ ઊંટને મારવામા આવ્યા હતા.

APYના કાર્યકારી બોર્ડના સભ્ય મારિયા બેકરે કહ્યું કે અમે પરેશાની મહેસૂસ કરી રહ્યા છીએ, કારણ કે ઉંટ ઘરોમાં આવી રહ્યા છે અને એસીના માધ્યમથી પાણી પીવાની કોશિષ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કીટ ઊંટ પ્રબંધન યોજનાનો દાવો છે કે જંગલી ઉંટની વસતી દર નવ વર્ષે બમણી થતી જાય છે. તેમજ આ ઉંટ પાણી ખૂબ પીવે છે અને તેના કારણે આ જંગલી ઉંટો મારવાનો નિર્ણય લીધો છે.

કાર્બન ખેતીના નિષ્ણાતો રેગેનોકોના મુખ્ય કાર્યકારી અધિકારી ટિમ મુરે કહ્યું કે આ પ્રાણી દરવર્ષે CO2ના એક ટનના પ્રભાવથી મીથેનનું ઉત્સર્જન કરી રહ્યા છે.