લખીમપુર ખીરી હિંસા કેસ:મુખ્ય આરોપી આશીષ મિશ્રાની જામીન અરજી ફગાવાઈ

October 13, 2021

લખીમપુર ખીરી  :લખીમપુર કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષ મિશ્રની જામીન અરજી સીજેએમ કોર્ટે ફગાવી દીધી છે. આશીષના વકીલ અવધેશ સિંહે કોર્ટમાં જામીન અરજી કરી હતી. અન્ય આરોપી શેખર ભારતીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.

3 ઓક્ટોબરે લખીમપુરમાં થયેલી હિંસક અથડામણમાં ચાર ખેડૂત, એક સ્થાનિક પત્રકાર અને એક ભાજપ કાર્યકર્તા સહિત આઠ લોકોના મૃત્યુ થયા હતા. આશીષ મિશ્ર આ મામલામાં મુખ્ય આરોપી છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જે થાર જીપથી ખેડૂતોને કચડવામાં આવ્યા હતા, તેને આશીષ મિશ્ર જ ચલાવી રહ્યો હતો. મામલાએ રાજકીય રંગ પકડતા જ પોલીસે આશીષ મિશ્રને પૂછપરછ માટે સમન્સ મોકલીને બોલાવ્યા હતા. જોકે પ્રથમ દિવસે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પહોંચ્યા નહોતા.

પછી તેને વધુ એક સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં તે હાજર થયો હતો અને તેની લગભગ 12 કલાક પૂછપરછ કરવામાં આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે મીડિયાને માહિતી આપી કે આશીષ મિશ્ર તપાસમાં સહયોગ આપી રહ્યો નથી. તેના પગલે તેન ધરપકડ કરવામાં આવે.


લખીમપુર ખીરી હિંસા મામલામાં ફરાર આરોપ અંકિત દાસના ઘરે પોલીસે નોટિસ લગાવી છે. અંકિત દાસ ઘટનાના દિવસે ઘટના સ્થળે હાજર હતો. આ મામલામાં એસઆઈટી તેના ડ્રાઈવરની પૂછપરછ કરી ચૂક્યું છે. પોલીસે અંકિત દાસના હુસૈનગંજ સ્થિત ઘર પર નોટિસ લગાવી છે.