યેદિયુરપ્પા CM પદેથી આપી શકે છે રાજીનામું

July 25, 2021

નવી દિલ્હી :   કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરમાં, તેમણે જાહેરાત કરી હતી કે 25 જુલાઈએ તેમની સરકારના બે વર્ષ પૂરા થતાં, તેઓ પક્ષના ટોપ નેતૃત્વના નિર્દેશનું પાલન કરશે. આ દરમિયાન, તેમના અનુગામી તરીકે, કેન્દ્ર સરકારના કોલસા, ખાણકામ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્ય સરકારના ખાણ પ્રધાન અને ઉદ્યોગપતિ એમ.આર.નિરાનીનું નામ આગળ ચાલી રહ્યું છે. જો કે જોશીએ કહ્યું હતું કે, હાઈકમાન્ડે આ અંગે તેમની સાથે હજી સુધી વાત કરી નથી. જ્યારે નીરાની કહે છે કે પાર્ટી પે પણ આદેશ આપશે, તેઓ તેમનું પાલન કરશે.

58 વર્ષીય જોશી, જે 2004થી ધારવાડના સાંસદ છે, તેમણે કહ્યું કે યેદિયુરપ્પાના ઉત્તરાધિકારી વિશે કોઈએ તેમની સાથે વાત કરી નથી. તે માત્ર મીડિયા જ છે જેમાં આ અંગેની ચર્ચા થઈ રહી છે. તેથી આ અંગે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. મુખ્યમંત્રી બનાવવા મુદ્દે તેમણે કહ્યું કે તેઓ ક્યારેય પણ કાલ્પનિક પ્રશ્નોના જવાબો પણ આપવા માંગતા નથી. સાથે જ તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે કોઈએ યેદિયુરપ્પાને પણ તેમના પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું છે.

સાથે જ તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદ અંગે કોઈપણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં ટોચની નેતાગીરી લેશે. તેણે યેદિયુરપ્પાને હટાવવા બાબતે લિંગાયત સમુદાયના સંતોની ધમકી અંગે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેઓ જુલાઈ 2012 થી જાન્યુઆરી 2016 સુધી કર્ણાટક રાજ્યના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.