યેદિયુરપ્પાની પૌત્રીએ આત્મહત્યા કરી લીધી

January 29, 2022

બેંગલુરુઃ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી (મોટી પુત્રીની પુત્રી) બેંગલુરુ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ૩૦ વર્ષીય સૌંદર્યા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ અંગે અનનેચરલ ડેથનો કેસ નોંધ્યોછે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે સૌંદર્યાએ આત્મહત્યા કરી હોવી જોઈએ પરંતુ તપાસ ચાલી રહી છે. સૌંદર્યા નીરજ એક ડોક્ટર છે અને તે એમએસ રમૈયા હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમણે ૨૦૧૯માં ડોક્ટર નીરજ સાથે લગ્ન કર્યા હતા. આ ઘટના સવારે ૧૦ વાગ્યે ત્યારે સામે આવી જ્યારે ઘરના નોકરે વારંવાર બારણું ખખડાવ્યું હોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં તેણે ડોક્ટર નીરજને ફોન કર્યો હતો. નીરજે આવીને દરવાજો ખોલ્યો હતો અને ત્યારે સૌંદર્યા બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમદર્શીએ આ આત્મહત્યાનો કેસ છે.