'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરને ન્યૂમોનિયાની સાથે કોવિડ 19, તબિયત નાજુક

November 29, 2020

મુંબઈ :'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસની માતા તથા ભાઈને તેની તબિયત અંગેની માહિતી મળતા તેઓ દિલ્હીથી મુંબઈ આવી ગયા છે. દિવ્યાની માતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની દીકરીની તબિયત નાજુક છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દિવ્યાએ ગુલાબોનો રોલ પ્લે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિવ્યાને પહેલા મુંબઈની એસ આર વી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ ગંભીર થતાં હવે તેને સેવન હિલ્સમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

દિવ્યાની તબિયત વધારે બગડતાં તેને 26 નવેમ્બરના રોજ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. દિવ્યાને ન્યૂમોનિયા થયો હતો. દિવ્યાની માતાએ કહ્યું હતું, 'છેલ્લાં છ દિવસથી દિવ્યાને તાવ આવતો હતો અને તેને વીકનેસ જેવું લાગતું હતું. હું તથા મારો દીકરો દિલ્હીથી મુંબઈ આવ્યા. ઘરમાં ઓક્સિમીટર પર દિવ્યાનું ઓક્સિજન લેવલ ચેક કર્યું તો તે 71 જેટલું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં તરત જ તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. હવે તેનું ઓક્સિજન લેવલ 84 છે. જોકે, તેની તબિયત હજી પણ નાજુક છે. તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.'