યોગી આદિત્યાનાથને મળી જાનથી મારી નાંખવાની ધમકી, કહ્યું- 4 જ દિવસ બચ્યા છે

May 04, 2021

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી મારી નાંખવાની ધમકી મળી છે. યૂપી પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ 112ના વ્હોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને આ ધમકી આપવામાં આવી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ ધમકી મળી છે, પરંતુ તેમ છતા પોલીસ સાવધ છે. પોલીસે આ કેસમાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઇને કેસ પણ નોંધાવ્યો છે અને નંબરની તપાસ કરીને આરોપીને શોધવામાં લાગી છે. 

જાણકારી પ્રમાણે 29 એપ્રિલની સાંજે યૂપી પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ 112 વ્હોટ્સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સીએમ યોગીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે સીએમની પાસે 4 દિવસ બચ્યા છે. આ કારણે આ 4 દિવસમાં મારું જે કરવું છે કરી લો, 5માં દિવસે સીએમ યોગીને જાનથી મારી દેશે. ધમકી ભર્યો મેસેજ આવ્યા બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

ધમકી જે નંબર પરથી આપવામાં આવી છે તેની તપાસ કરવા માટે સર્વિલાન્સ ટીમને લગાવવામાં આવી છે. શંકાસ્પદની વિરુદ્ધ સુશાંત ગોલ્ફ સિટીમાં કંટ્રોલ રૂમ ડાયન 112ના ઑપરેશન કમાન્ડર અંજુલ કુમાર તરફથી આપવા આવેલી માહિતી પ્રમાણે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે, જે સર્વિલાન્સ સેલની મદદ લઇને આરોપીને જલદીથી ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં લાગી છે.