ઇશાંતે કહ્યું કે, માઈલસ્ટોન કે હાઈ-લો પોઇન્ટ વિશે વિચારત તો ક્રિકેટ જ ન રમી શકત
February 22, 2021

અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના 2 દિવસ પહેલાં ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ મીડિયા સાથે વાત કરી. મોટેરા ખાતેની પિન્ક બોલ મેચ ઇશાંતના કરિયરની 100મી ટેસ્ટ હશે. તેણે કહ્યું કે, "હું નંબર કે માઈલસ્ટોનને જોતો નથી. ટીમ ઇન્ડિયાને કેવી રીતે જિતાડું, કેવી રીતે યોગદાન આપું તેના પર જ મારુ ફોકસ હોય છે. કરિયરના હાઈ-લો પોઈન્ટ્સ વિશે વિચારતો હોત તો ક્રિકેટ જ ન રમી શકત." તેમજ ઇશાંતે કહ્યું કે, તેના પછી બુમરાહ છે જે 100 ટેસ્ટનો આંક વટાવશે અને દેશ માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે.
32 વર્ષીય ઇશાંતે કહ્યું કે, હું એવું કહી ન શકું કે 100 ટેસ્ટની જર્નીમાં ટર્નિંગ પોઇન્ટ કે એક મોમેન્ટ ન કહી શકું જે આખી જર્નીને હાઈલાઈટ કરે. તમે સમજો 14 વર્ષના કરિયરમાં એક મોમેન્ટ હાઈલાઈટ કરવી બહુ અઘરી છે. દરેક સ્પોર્ટ્સમેનના લાઈફમાં ગ્રાફ ઉપર નીચે આવે છે. હું એક વસ્તુ પિન્પોઇન્ટ ન કરી શકું. હું માત્ર ગેમને એન્જોય કરવા અને ટીમને જીત અપાવવા મેદાને ઉતરું છું. બધું એનલાઈઝ કરત તો આટલું ન રમત.
ભારતે જુલાઈ 2014માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડને 95 રને હરાવ્યું હતું. ઇશાંતે આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી. લોર્ડ્સ સ્પેલ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું ખાલી બોલિંગ કરતો હતો, બહુ વિચારતો નહોતો. કોઈપણ બોલરનો પ્રથમ ધ્યેય એક એરિયામાં બોલિંગ કરવાનો હોય છે, ત્યારબાદ તે કન્ડિશન વિશે વિચારે છે. અને પરિસ્થિતિ જોઈને લાઈન-લેન્થ ચેન્જ કરે છે. પહેલા કહ્યું એમ હું માત્ર ટીમને મેચ જિતાડવા વિશે વિચારું છું. એન્ડ-ઓફ કરિયર તમે મોમેન્ટ્સ-માઈલસ્ટોન વિશે વિચારી શકો. રમતી વખતે નહીં.
ઇશાંતે કહ્યું કે, એવું કહેવું અઘરું છે કે કોણ મને રિપ્લેસ કરશે. કોઈ ઇન્ડિયા માટે ત્યારે જ રમે છે, જ્યારે તે ટેલેન્ટેડ હોય છે અને તેનામાં સ્કિલ હોય છે. પણ જસપ્રીત બુમરાહ એક પ્લેયર છે જેને જોઈને લાગે છે કે, તે મારા પછી ઇન્ડિયા માટે સૌથી વધુ ટેસ્ટ રમનાર ફાસ્ટ બોલર હશે. તેણે યંગસ્ટર્સને લીડ કરવાના છે. તે જે રીતે પોતાને પ્રુવ કરે છે, લોકો સાથે વાત કરે છે. તેનાથી આવું લાગી રહ્યું છે.
Related Articles
બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો બ્રેક
બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો...
Mar 03, 2021
વિરાટ કોહલીએ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?
વિરાટ કોહલીએ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં મે...
Mar 03, 2021
વિરાટ કોહલી બન્યો ઈન્સ્ટાગ્રામ 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતો એક માત્ર એશિયાઈ ક્રિકેટર
વિરાટ કોહલી બન્યો ઈન્સ્ટાગ્રામ 100 મિલિય...
Mar 02, 2021
જાણો ક્યારે મેદાનમાં ઉતરશે MS Dhoni, CSK મેનેજમેન્ટે કરી મોટી જાહેરાત
જાણો ક્યારે મેદાનમાં ઉતરશે MS Dhoni, CSK...
Mar 02, 2021
ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લેન્ડની કસોટી
ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લ...
Mar 02, 2021
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથ...
Mar 01, 2021
Trending NEWS
.jpg)
03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021