જામિયામાં CAA વિરોધી રેલીમાં બંદૂક લઇ ઘૂસ્યો યુવક, ફાયરિંગ કરી બોલ્યો આ લો આઝાદી

January 30, 2020

નવી દિલ્હી :  રાજધાની દિલ્હીમાં CAA વિરોધમાં થઈ રહેલા એક પ્રદર્શન દરમિયાન જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિએ જાહેરમાં જ પોલીસ કાફલાની સામે જ પિસ્ટલમાંથી ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગની ઘટના સેંકડો કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. આ ગોળી એક વિદ્યાર્થીને વાગી હતી.ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયો છે. આજે જામિયાથી રાજઘાટ સુધી CAAના વિરોધમાં એક માર્ચનુ આયોજન કરાયુ હતુ.હાજર લોકોનુ કહેવુ હતુ કે, આ યુવક પિસ્ટલ લહેરાવી રહ્યો હતો પણ તેને રોકવા માટે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. ગોળી ચલાવનારાએ ભારત માતા કી જય..દિલ્હી પોલીસ ઝિંદાબાદ અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. લીસનુ કહેવુ છે કે, આ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.