ગરમીમાં પરસેવાથી નહીં બગડે તમારો મેકઅપ, અપનાવો આ TIPS
May 03, 2022

ગરમીમાં તમે આઉટફિટથી લઈને મેકઅપ સુધી અનેક ઉપાયો અજમાવતા રહો છો. આ સમયે તમે એવું પણ ઈચ્છો છો કે તમે જે મેકઅપ કરો તેની પર ગરમીની અસર ન જોવા મળે. આજે આપણે એવી મેકઅપ ટિપ્સને વિશે વાત કરીશું જેનાથી તમે સુંદર દેખાશો.
થોડા મેકઅપમાં રહો વધારે ટ્રેન્ડી
વાત જ્યારે પરફેક્ટ લૂકની આવે ત્યારે ઘણા એવું વિચારે છે કે વધારે મેકઅપ કરવાથી સુંદર બની શકાય છે. પરંતુ આ વાત ખોટી છે. ગરમીમાં ઓછા મેકઅપથી પણ સુંદરતા મેળવી શકાય છે. તમે મેકઅપના સમયે ફાઉન્ડેશનને સ્કીપ કરો અને સાથે કંસીલરનો ઉપયોગ કરો. તમે તમારા લૂકને પૂરો કરવા માટે તમે ટિંટેડ મોઈશ્ચરાઈઝર અને ન્યૂડ લિપસ્ટિક શેડને પસંદ કરી શકો છો.
ન ચૂકશો સનસ્ક્રીનનો ઉપયોગ
ગરમીની સીઝનમાં સૂર્યના કિરણો સ્કીનને નુકસાન કરી શકે છે. આ નિયમ દરેક સીઝનમાં જાળવી રાખવો જરૂરી છે. એસપીએફ 30 કે તેનાથી વધુ સન પ્રોટેક્શન ક્રીમનો ઉપયોગ કરવાનું લાભદાયી બને છે. આ તડકાથી સ્કીનની રક્ષા કરે છે અને સાથે તમને મેકઅપ માટે એક બેઝ પણ આપે છે.
વોટરપ્રૂફ મેકઅપ પ્રોડક્ટ્સનો કરો ઉપયોગ
ગરમીની સીઝનમાં વધારે પરસેવો થાય છે. તેનાથી મેકઅપ ખરાબ થઈ શકે છે. આ માટે લૂકને ખરાબ થતો અટકાવો. તમે વોટરપ્રૂફ પ્રોડક્ટ્સ વાપરશો તો તમે મેકઅપને લાંબા સમય સુધી તેમ જ ટકાવી શકશો. પરસેવો પણ તેને અસર કરશે નહીં.
બ્રોન્ઝરનો કરો ઉપયોગ
ગરમીમાં અનેક પ્રકારના મેકઅપ કરવાનું ટાળવું. આ સાથે શાઈની મેકઅપનો યૂઝ કરવો નહીં. શિમર્સ તમને ખાસ લૂક આપે છે. તેનાથી તમારો ચહેરો વધારે ચમકવા લાગે છે. તમે પાવડર બ્રોન્ઝરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારી સ્કીન ખરાબ નહીં થાય.
સેટિંગ સ્પ્રેનો કરો ઉપયોગ
મેકઅપને લોન્ગ લાસ્ટિંગ બનાવવા ઈચ્છો છો તો તમે એક સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ મેકઅપને ફક્ત એક જ જગ્યાએ રાખે છે. તેનાથી પરસેવાના કારણે પણ મેકઅપ ફેલાવવાની શક્યતા ઓછી રહે છે.
Related Articles
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રિ
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરા...
Mar 19, 2023
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો લોન્ચ
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો...
Mar 11, 2023
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023