યુવરાજને ભારતીય ટીમનો કેપ્ટન બનવું હતું:કહ્યું- મને આશા હતી કે 2007 T-20 વર્લ્ડ કપનો કેપ્ટન હું બનીશ; પરંતુ ધોની બન્યો

June 11, 2021

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટના બેસ્ટ ઓલરાઉન્ડર્સની યાદીમાં સામેલ યુવરાજ સિંહનો સૌથી મોટો ઘટસ્ફોટ. યુવરાજે કહ્યું કે તે 2007 T-20 વર્લ્ડ કપમાં કેપ્ટન બનવાની આશા રાખી રહ્યો હતો. પરંતુ તેના પર પાણી ફરી વળ્યું હતું. સિલેક્ટર્સે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન બનાવ્યો હતો. ભારતે સાઉથ આફ્રિકામાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો અને ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો.

યુવરાજે 22 યાર્ન્સ પોડકાસ્ટમાં કહ્યું- 2007ના વનડે વર્લ્ડ કપમાં અમે કારમી હારનો સામનો કર્યો હતો. હાર પછી ભારતીય ટીમમાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. ત્યારપછી અમારે ઈંગ્લેન્ડના 2 મહિનાના ટૂર પર જવાનુ હતું. વચ્ચે સાઉથ આફ્રિકા અને આયરલેન્ડમાં પણ એક મહિનાનું ટૂર હતું. ત્યારપછી T-20 વર્લ્ડ કપ યોજાયો હતો. અમે આ ટૂર્નામેન્ટથી ફક્ત 4 મહિના દૂર હતા.

યુવરાજે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા ટીમના ઘણા સિનીયર્સે વિરામ લેવાનો નિર્ણય કર્યો હતો અને T-20 વર્લ્ડ કપને ગંભીરતાથી લધો નહતો. મને થયું કે બધા સીનિયર આરામ કરી રહ્યા છે તો કેપ્ટન તરીકે મને પસંદ કરવામાં આવશે, પરંતુ અમ ન થયું અને ધોનીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

દ્રવિડે 2007માં કેપ્ટનશિપ પદનો ત્યાગ કર્યો હતો. દ્રવિડે T20 વર્લ્ડ કપમાંથી પણ વિરામ લેવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ત્યારે સચિન તેડુંલકરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પણ ના પાડી દીધી હતી. તેડુંલકરે જ ધોનીને કેપ્ટન બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારપથી BCCIએ ધોનીને કેપ્ટનશિપ સોંપી હતી. ત્યારપછી આ નિર્ણય ભારતીય ક્રિકેટ માટે માસ્ટર સ્ટ્રોક રહ્યો હતો અને આ ઘટના અંગે BCCIના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પણ ઘણી વેળા ચર્ચાઓ કરી હતી.