મુંબઈમાં BEST બસે ટક્કર મારતા 4 લોકોનાં કરૂણ મોત, 10 ઘાયલ

December 30, 2025

મુંબઈના ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેસ્ટ બસના ડ્રાઈવરે પલટી મારતા અનેક લોકોને ટક્કર મારી હતી જેના લીધે ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા..

માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. ટીમે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. અકસ્માત બાદ ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને પોલીસને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી.