Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

May 07, 2026

હવામાન વિભાગે દેશના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ વર્તમાનમાં ભારત પર એક સાથે 5 'સાયક્લોનિક સર્ક્યુલેશન'  સક્રિય છે, જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખુશનુમા બનેલું છે, ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં 9 મેથી ભીષણ લૂ (હીટવેવ)ની વાપસીની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ છે. 

હવામાન વિભાગ (IMD) મુજબ ભારતમાં આ સમયે એક-બે નહીં પરંતુ 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ પાંચેય ઘેરા અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહ્યા છે, જેનાથી હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

હવામાન વિભાગે અણસાર આપ્યા છે કે બિહારથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આગામી થોડા દિવસો સુધી હવામાન બદલાયેલું રહેશે. બિહારમાં 6 મેથી શરૂ થયેલો વરસાદ અને ગાજવીજનો સિલસિલો 10 મે સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 3-4 દિવસ અહીં તાપમાન નિયંત્રિત રહેશે. દિલ્હી-એનસીઆરમાં 7 મેના રોજ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે ઠંડો પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં આજે 7 મેના રોજ છૂટોછવાયો વરસાદ અને 30-50 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાય તેવી અપેક્ષા છે. ત્યારબાદ 10 થી 12 મે વચ્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપશે, જેનાથી દિલ્હી ફરીથી 'કૂલ' થઈ જશે.