Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

અમેરિકાએ હાંકી કાઢવા માટે 15 લાખ પ્રવાસીઓનું લિસ્ટ તૈયાર કરી દીધું, 18,000 ગેરકાયદે ભારતીયો સામેલ

December 14, 2024

આ યોજનાને સાકાર કરવા માટે અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ દેશમાંથી હાંકી કાઢવા માટે 15 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે. સમાચારો અનુસાર, આ લિસ્ટમાં 18,000 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓનો પણ સામેલ છે.ગયા મહિને બહાર પડાયેલા આઇસીઇના ડેટા અનુસાર, અમેરિકામાં દેશ છોડવાના આદેશવાળા ડોકેટે 15 લાખ લોકોમાં 17,940 ભારતીય સામેલ છે.

તેમણે ટૂંકા ગાળામાં સ્વદેશ પાછા જવું પડી શકે છે. ભારતના એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અત્યારે ભારતમાંથી ગયેલા 7,25,000 ગેરકાયદે પ્રવાસી છે. મેક્સિકો અને અલ-સાલ્વાડોર પછી અમેરિકામાં સૌથી વધારે ગેરકાયદે પ્રવાસી ભારતના છે. જ્યારે, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2022માં અમેરિકામાં લગભગ 11 મિલિયન ગેરકાયદે પ્રવાસી વસવાટ કરે છે.