Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને મસ્કે એક જ દિવસમાં 10000 સરકારી કર્મચારીઓની નોકરી છીનવી

February 15, 2025

અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઈલોન મસ્કે સાથે મળીને એક જ દિવસમાં 9500 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે.  આ કર્મચારીઓ સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા. માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યું છે. ગૃહ વિભાગ, ઉર્જા, વેટરન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું.  જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં કન્ઝ્યૂમર ફાઈનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન ઈન્ટરલ  રેવન્યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે. અહેવાલ અનુસાર 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે. આવી સ્થિતિમાં, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.