અમેરિકાની તેહરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી, ટ્રમ્પે કહ્યું - તેમની મરજી પ્રમાણે ડીલ નહીં થાય
August 22, 2026
વોશિંગ્ટન- અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેહરાન સમાધાન કરવા માગે છે, પરંતુ તેઓ તેમના મુજબ ડીલ કરવા માટે હમણાં તૈયાર નથી. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીત પૂરી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. વોશિંગ્ટન તેહરાન પર આર્થિક દબાણ વધારવાની તૈયારી કરી રહ્યું છે અને નવા પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે, તે સમયે ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ, ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને યુદ્ધ પૂર્ણ કરવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે, ઇરાન હાલ પણ પોતાની તાકાત અને શરતો પ્રમાણે યુદ્ધ પૂરું કરવા માટે તૈયાર છે.
પેજેશકિયને દાવો કર્યો છે કે, દુનિયાએ ઇરાનની જીત સ્વીકારી છે અને અમેરિકા પર ઇરાનની સ્કૂલો, હોસ્પિટલો અને ઇમારતો તોડવાનો આરોપ લગાવ્યો છે. તેનો સીધો મતલબ એ થાય છે કે, બંને પક્ષ યુદ્ધ પૂર્ણ કરવા માટેની વાતચીત તો કરી રહ્યા છે, પરંતુ સમાધાન માટેની શરતોને લઈને બંને વચ્ચે અંતર જોવા મળ્યું છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સિઝફાયર બાદ એક કરાર મામલે વાતચીત થઈ હતી. તે માટે 60 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમય પૂરો થયા પછી પણ કોઈ સ્થાયી સમાધાન થઈ શક્યું નથી. બંને પક્ષ સમાધાન ન થવા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. ઈરાનની મુખ્ય માગણીઓમાં અમેરિકાની નાકાબંધી હટાવવી, અમેરિકન સૈનિકોની વાપસી અને યુદ્ધથી થયેલા નુકસાનના વળતરનો સમાવેશ થાય છે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન ઈરાન પાસેથી પરમાણુ કાર્યક્રમ અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર મોટી છૂટછાટો ઈચ્છે છે. અમેરિકા હવે સૈન્ય કાર્યવાહી સાથે સાથે આર્થિક દબાણ વધારવાની રણનીતિ પર આગળ વધી રહ્યું છે. વોશિંગ્ટન તરફથી ઇરાન પર નવા અને કડક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઇરાને આ પ્રતિબંધો તેમના સાર્વભૌમત્વ અને અન્ય દેશોના સાર્વભૌમત્વ વિરોધી ગણાવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ અમેરિકાના આ પગલાંને ક્લાસિક ઔપનિવેશિક નીતિની વાપસી ગણાવી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, પ્રતિબંધો મુદ્દે પણ બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયો નથી.
Related Articles
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આપ્યો, ભારતીયોની નોકરી પર આફત, 1 લાખ ડૉલર ફી યથાવત્
H-1B વિઝા અંગે ટ્રમ્પે એકસાથે ડબલ ઝટકો આ...
Sep 19, 2026
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાતી બ્લાસ્ટ', 15 લોકોના મોત
ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન 'આત્મઘાત...
Sep 18, 2026
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો વિનાશ થશે!, ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિકનું રાજીનામું
5 જ વર્ષમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેવો...
Sep 15, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026