Breaking News :
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ AI ખર્ચ સરભર કરવા માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય: ભારત સહિત 4 દેશોના 60,000 કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા 'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન કરનારી નેહા બોરા પ્રત્યે માન છે..', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર

ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના

March 08, 2025

પ.બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણામાં પણ એરફોર્સનું એક જેગુઆર ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું હતું. એટલા માટે એક જ દિવસમાં સતત બે વિમાન દુર્ઘટના સર્જાતા એરફોર્સની ચિંતા વધી ગઇ હતી. હરિયાણાની દુર્ઘટના સમયે પણ પાઇલટે સમયસૂચકતા વાપરી પેરાશૂટ સાથે વિમાનમાંથી સુરક્ષિત ઈજેક્ટ કર્યું હતું. પાઇલટે આ સાથે સુનસાન વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ કરી હતી જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.