ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં બીજો 'ચમત્કાર', ડેબ્યૂ મેચમાં જ સદી અને 5 વિકેટો ઝડપી અફઘાની ઓલરાઉન્ડરે
November 18, 2026
અફઘાનિસ્તાનના 20 વર્ષના યુવા ઓલરાઉન્ડર નસીર ખાન મરૂફખિલે ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં ડેબ્યૂ પર સદી ફટકારનાર અને પાંચ વિકેટ ઝડપનાર માત્ર બીજો ખેલાડી બની ગયો છે.
આ ડાબોડી ઓલરાઉન્ડરે શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. 13 થી 17 નવેમ્બર સુધી ચાલેલી આ મેચમાં નસીરે પ્રથમ ઈનિંગ્સમાં સાત વિકેટ ખેરવી હતી. જ્યારે બીજી ઈનિંગ્સમાં તેણે બે વિકેટ ઝડપી હતી.
નસીરે બેટિંગમાં પ્રથમ ઈનિંગ્સમાં 8મા નંબરે બેટિંગ કરતા 20 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઈનિંગ્સમાં 242 બોલમાં 101 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ કારનામા સાથે જ નસીરે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. તેમના પહેલા ટેસ્ટ ડેબ્યૂ પર આ કારનામું માત્ર ન્યૂઝીલેન્ડના બ્રુસ ટેલરે કર્યું હતું. ટેલરે વર્ષ 1965માં ભારત સામે ઈડન ગાર્ડન્સમાં 105 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે બોલિંગમાં તેણે ભારતની પહેલી ઈનિંગ્સમાં 86 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં અન્ય ખેલાડીઓ પણ છે જેમણે ડેબ્યૂ પર અડધી સદી ફટકારી છે અને પાંચ વિકેટ લીધી છે, પરંતુ ટેલર અને નસીર જ એવા બે ખેલાડી છે જેમણે ડેબ્યૂ પર સદી ફટકારી અને પંજો ખોલ્યો છે (5 વિકેટ લીધી).
નસીર ટેસ્ટ ડેબ્યૂ પર સદી ફટકારનાર માત્ર ત્રીજો અફઘાની બેટ્સમેન છે. અફઘાનિસ્તાન માટે સૌથી પહેલા આ કારનામું ઈસ્મત આલમે કર્યું હતું. બીજી તરફ રહેમાનુલ્લાહે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે પ્રથમ ઈનિંગ્સમાં સદી ફટકારીને ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. હવે આ યાદીમાં નસીરનું નામ પણ સામેલ થઈ ગયું છે.
જોકે, નસીરનું આ ઐતિહાસિક પ્રદર્શન અફઘાનિસ્તાનને હારથી બચાવી શક્યું નહીં. ઝિમ્બાબ્વેએ આ મુકાબલો 57 રને જીતી લીધો. આ સાથે જ ઝિમ્બાબ્વેએ બે મેચોની સિરીઝ પર 1-0થી કબજો જમાવી લીધો.
Related Articles
એક યુગનો અંત! MS ધોનીએ IPLમાંથી લીધી નિવૃત્તિ
એક યુગનો અંત! MS ધોનીએ IPLમાંથી લીધી નિવ...
Nov 17, 2026
આખી ઓસ્ટ્રેલિયન ટીમે બોલ ટેમ્પરિંગ કર્યું હતું...', ઉસ્માન ખ્વાઝાનો ધડાકો
આખી ઓસ્ટ્રેલિયન ટીમે બોલ ટેમ્પરિંગ કર્યુ...
Nov 08, 2026
વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝીલેન્ડ સામે 4 રને જીત, પાંચ વનડે મેચની શ્રેણીમાં 2-0થી આગળ
વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝ...
Nov 07, 2026
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડોએ જાહેર કરી નિવૃત્તિ, ફૂટબોલના મહાન યુગનો અંત
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડો...
Nov 06, 2026
30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મહામુકાબલો
30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્...
Oct 29, 2026
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો!
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીર...
Oct 28, 2026
Trending NEWS
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026