ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા રશિયાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોનથી યુક્રેનનું કિવ હચમચ્યું
December 27, 2025
યુક્રેન રશિયા યુદ્ધને અંત લાવવા ભારત સહિત દુનિયાના અનેક દેશો પ્રત્યન કરી રહ્યા છે, તેવામાં કૂટનૈતિક કોશિશો વચ્ચે રશિયાએ ફરી શક્તિ પ્રદર્શન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા કિવ પર મોટો સૈન્ય હુમલો કર્યો છે.
યુક્રેનની રાજધાની કિવ પર 27 ડિસેમ્બરની રાત્રે મોટી માત્રામાં મિસાઇલનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા છે. જેનાથી કિવ હચમચી ગયું છે. આ એટેક એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે શાંતિ વાર્તા માટે બેઠક કરવાના છે.
કિવ ઇન્ડિપેન્ડન્ટના રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે રશિયાએ કિવ પર બેલિસ્ટિક મિસાઇલથી ઘાતક હુમલો કર્યો છે, રશિયાએ કિંઝાલ હાઇપરસોનિક મિસાઇલ, ચાર ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલ અને અનેક કૈલિબ ક્રુઝ મિસાઇલ દાગવામાં આવી હતી. રાજધાની કિવ ઉપરાંત કિવ ઓબ્લાસ્ટ વિસ્તારમાં પણ ધડાકાના અવાજો સંભળાયા છે. કિવથી લગભગ 20 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં સ્થિત બ્રાવરી શહેરમાં હુમલાઓના કારણે વીજ લાઇનમાં ખામી સર્જાઈ હતી જેને કારણે અંધારપટ છવાયો છે.
કિવના મેયરે એક પોસ્ટ કરીને હુમલાઓની પુષ્ટિ કરી છે અને લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અપીલ કરી છે. તેમણે લખ્યું હતું કે રાજધાનીમાં વિસ્ફોટ, એર ડિફેન્સ સિસ્ટમ કામ કરી રહ્યું છે, તમામ લોકો શેલ્ટરમાં રહે, આ સિવાય યુક્રેની વાયુસેનાએ પણ આપતકાળની ચેતવણીઓ જાહેર કરી, વાયુસેના મુજબ કિવ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા હુમલો થઈ શકે, શહેર પર ડ્રોન મંડરાઈ રહ્યા છે. તે ઉપરાંત કિવ ક્ષેત્રના વેલિકા ડિમેરકા અને પેરેયાસ્લાવ ગામના પશ્ચિમી વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધિ દેખાઈ છે. જે દક્ષિણ તરફ વધી રહ્યા છે.
Related Articles
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાને તેના પ્રેમીએ ઉશ્કેરી હતી
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાન...
Jun 26, 2026
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છતાં સરપંચોને સત્તા આપવા નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છત...
Jun 26, 2026
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026