મેલીસા વાવાઝોડું: 174 વર્ષ બાદ આટલો શક્તિશાળી ચક્રવાત, 280 કિમીની ઝડપ, 6 લાખ લોકોનું સ્થળાંતર
October 28, 2025
કેરેબિયન ક્ષેત્રમાં ભયાનક વાવાઝોડું 'મેલીસા' ત્રાટકવાની તૈયારમાં છે. છેલ્લા 174 વર્ષોમાં સૌથી ખતરનાક ગણાતું આ વાવાઝોડું મંગળવારે (28મી ઓક્ટોબર) જમૈકાના કિનારા પર ત્રાટકશે. આ વાવાઝોડું દક્ષિણ દિશામાંથી જમૈકાને પાર કરીને ઉત્તર તરફ આગળ વધશે.
હાલમાં મેલીસા વાવાઝોડું કિંગ્સ્ટનથી લગભગ 150 માઈલ દૂર છે અને 280 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન સાથે આગળ વધી રહ્યું છે. જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસે દેશવાસીઓને સૂચના આપી છે કે, 'કોઈ પણ ઇમારત તેના બળનો સામનો કરી શકશે નહીં. હવે ફક્ત તે ઝડપથી પસાર થાય તેની રાહ જોવાનું બાકી છે.'
વાવાઝોડાના આગમન પહેલાં જ જમૈકામાં નુકસાનના અહેવાલો મળવાનું શરૂ થઈ ગયું છે. દેશના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન, ઝાડ પડી જવા અને વીજળી ગુલ થવાના બનાવો નોંધાયા છે. દક્ષિણ વિસ્તારમાં 13 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાની હોસ્પિટલો જોખમમાં મુકાઈ શકે છે. સુરક્ષાના ભાગરૂપે દર્દીઓને હોસ્પિટલના ઉપરના માળે ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં આ વાવાઝોડાને કારણે કેરેબિયન ક્ષેત્રમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જમૈકામાં ત્રણ, હૈતીમાં ત્રણ અને ડોમિનિકન રિપબ્લિકમાં એક વ્યક્તિ હજી પણ ગુમ છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ્ય નીતિ નિયમો ઘડવા બાર કાઉન્સિલને સુપ્રીમનો આદેશ
ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ...
Jul 03, 2026
મ્યાનમારમાં બોમ્બમારો, ભારતની બાંગ્લાદેશ સરહદે એલર્ટ જાહેર
મ્યાનમારમાં બોમ્બમારો, ભારતની બાંગ્લાદેશ...
Jul 03, 2026
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR સુધી પહોંચ્યો મામલો
દાન ચોરી મામલો : ટ્રસ્ટની નોટિસ અને FIR...
Jul 03, 2026
વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબાદ જેવી નારેબાજી કરવા સામે વાંધો શું? બોમ્બે હાઈકોર્ટ
વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબા...
Jul 03, 2026
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઇ ઍલર્ટ
મુંબઈ-થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર, વસ...
Jul 02, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026