અમેરિકામાં 12 દિવસમાં ચોથી વિમાન દુર્ઘટના, બે જેટ વચ્ચે ટક્કર, એકનું મોત, ચારને ઈજા
February 11, 2025
અમેરિકામાં ફરી બે વિમાન વચ્ચે અકસ્માત થયો છે, જેમાં એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર એક જેટ વિમાન સાથે બીજું જેટ વિમાન અથડાયું છે. આ ઘટનામાં એકનું મોત, જ્યારે ચાર લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકામાં છેલ્લા 12 દિવસમાં આ ચોથી વિમાન દુર્ઘટના સર્જાઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ ‘સ્કૉટ્સડેલ એરપોર્ટના અધિકારી કેલી કુએસ્ટરે કહ્યું કે, ‘અમારા એરપોર્ટ પર એક બિઝનેસ જેટ વિમાન પાર્કિંગમાં ઉભું હતું. આ દરમિયાન ત્યાં અન્ય બિઝનેસ એક જેટ વિમાન લેન્ડ થયું અને તે તેની સાથે અથડાઈ ગયું હતું.’ તેમણે એમ પણ કહ્યું કે, લેન્ડ થયા જેટનું પ્રાથમિક લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ છે.
તેમના જણાવ્યા મુજબ, ‘અથડાયેલું જેટ વિમાન ટેક્સાસથી આવ્યું હતું, જેમાં ચાર લોકો સવાર હતા, જ્યારે પાર્ક કરેલા જેટમાં એક વ્યક્તિ સવાર હતો. જેટ રન-વે પર ઉતરાની સાથે ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું હતું.’ સ્કૉટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ કહ્યું કે, ‘ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલીક ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા છે. એકની સ્થિતિ ગંભીર છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.’
અગાઉ આવી ત્રણ દુર્ઘટના સર્જાઈ હતી
- 03 ફેબ્રુઆરીના રોજ હ્યૂસ્ટનથી ન્યૂયોર્ક જઈ રહેલું યુનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી, જેના કારણે તાત્કાલીક ફ્લાઈટ ખાલી કરાવવી પડી હતી.
- 01 ફેબ્રુઆરીના રોજ ફિલાડેલ્ફિયાના રુસવેલ્ટ મૉલ પાસે એક પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન લિયરજેટ 55 એરક્રાફ્ટ હતું અને તે સ્પિંગફીલ્ડ બ્રેસન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું.
- 03 જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ પાસે આકાશમાં અમેરિકન એરલાઈન્સના એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ભિષણ અકસ્માત થયો હતો, જેના કારણે બંને તૂટીને નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં તમામ 67 લોકોના મોત થયા હતા.
Related Articles
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા હોત!’
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બ...
Nov 04, 2026
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100માંથી 51 બેઠકો કબજે કરી
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100મ...
Nov 04, 2026
અમેરિકા મિડટર્મ ચૂંટણી : સર્વેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ
અમેરિકા મિડટર્મ ચૂંટણી : સર્વેમાં રાષ્ટ્...
Nov 03, 2026
ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના યુવકનું મોત, 13 નાવિકોનો બચાવ
ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હ...
Nov 03, 2026
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં...
Nov 02, 2026
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતુ...
Nov 02, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026